અરવલ્લી જિલ્લા નું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે આજે જન્માષ્ટમી નિમિતે ભગવાન શામળિયાજી ના દર્શનાર્થે વરસાદી માહોલમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
વરસતા વરસાદ માં “કાળીયા ઠાકોર ” ના નામે જાણીતા એવા ભગવાન શામળિયા ની પાલખી કાઢી ભક્તોએ મંદિર પરિસર માં થનગનાટ મચાવી દીધો, હજારો ભક્તગણો એ આજે ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી.
રાત્રીના સમયે લાઈટ શો અને સાઉન્ડ શો થી મંદિર સોળે કલાયે સજી ઉઠ્યું હતું.ચાલુ વરસાદે ભક્તો ગરબે ઘુમી વ્હાલા ના વધામણા કરવા થનગણી ઉઠ્યા હતા.