Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ધમાકેદાર… જબરદસ્ત… ધાકડ…, આવી ગયું પ્રભાસની ‘સલાર’નું ટ્રેલર, મિત્રો બન્યા દુશ્મન

ધમાકેદાર… જબરદસ્ત… ધાકડ…, આવી ગયું પ્રભાસની ‘સલાર’નું ટ્રેલર, મિત્રો બન્યા દુશ્મન

જેની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયુ છે, કારણ કે હવે પ્રભાસની ફિલ્મ ‘સલાર’નું ટ્રેલર રિલિઝ થઈ ગયુ છે. લાંબા સમય બાદ પ્રંશાત નીલના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ ‘સલાર’ નું ટ્રેલર આવી ગયુ છે. ‘સલાર’માં પ્રભાસ લીડ રોલમાં જોવા મળી રહ્યો છે. એક્શન ફિલ્મ સાથે ડ્રામા પણ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં પ્રભાસ સિવાય મલયાલમ સ્ટાર પૃથ્વીરાજ પણ જોવા મળે છે. તેમનો આ તેલુગુ ડેવ્યુ હશે. તે સિવાય શ્રુતિ હસન, જગપતિ બાબુ, ઈશ્વરી રાવ અને શ્રિયા રેડ્ડી પણ જબરજસ્ત રોલમાં જોવા મળી રહ્યા છે.

સલારની સ્ટોરી

ફિલ્મમાં બે મિત્રોની સ્ટોરી છે, જે આગળ જઈને દુશ્મન બની જાય છે. જેની સ્ટોરીમાં કેજીએફ થી ઘણી અલગ છે. ‘સાલર’ની મુખ્ય ઈમોશન મિત્રતા છે.

ટ્રેલરની શરુઆતમાં બે મિત્ર જોવા મળે છે, જે એક બીજા વાત કરે છે કે, જ્યારે મારી જરુર હશે, ત્યારે હું આવી જઈશ, અને આ મિત્ર બીજો કોઈ નહીં. પ્રભાસ અને પૃથ્વીરાજ હોય છે. પરંતુ પછી ખાનસારા સામ્રાજ્ય મેળવવા માટેનો ખેલ શરુ થાય છે. ફિલ્મમાં શાનદાર VFX પણ જોવા મળે છે. સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટોરી પણ દમદાર છે, અને એક્શનમાં પણ જોરદાર કમાલ જોવા મળે છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.