Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

આણંદમા ભારત હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ સાથે શ્રીમદ્ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીનિશ્ચલાનંદ સરસ્વતી ધર્મસભા યોજાઈ

આણંદમા ભારત હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ સાથે શ્રીમદ્ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીનિશ્ચલાનંદ સરસ્વતી ધર્મસભા યોજાઈ

આણંદના કુશ ફાર્મ.બાકરોલ ખાતે તા-૨૭|૨૮ના રોજ શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીનિશ્વલાનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને “હિન્દુરાષ્ટ્ર ધર્મસભા” તથા “હિન્દુરાષ્ટ્ર સંગોષ્ઠી” કાર્યક્રમમાં રાખવામાં આવેલ.

શ્રીઋગ્વેદીય પૂર્વામ્નાય શ્રીગોવર્ધનમઠ પુરીપીઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ શ્રીમદ્દ મહાભાગે ઉદ્ઘોષણા કરી છે કે આવનાર સાડા ત્રણ વર્ષ ની અલ્પાવિધિમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે જેનું એંશી ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે માત્ર વીસ ટકા કાર્ય બાકી રહેલું છે.” તેની પૂર્ણાહુતિ માટે પુરીપીઠાધીશ્વર શ્રીમદ્દ જગદગુરુ શંકરાચાર્ય મહાભાગ દ્વારા ભારત હિન્દુરાષ્ટ્ર નિર્માણ સંકલ્પ પૂર્તિ હેતુ આયોજીત “રાષ્ટ્રોત્કર્ષ યાત્રા” સાથે આણંદ શહેર પધાર્યા અને આ નિમિત્તે “હિન્દુરાષ્ટ્ર ધર્મસભા” તથા “હિન્દુરાષ્ટ્ર સંગોષ્ઠી” કાર્યક્રમ રાખેલ.

આણંદ શહેરના ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી અને સર્વ સમાજના લોકોને સમરસતાના ભાવ પ્રગટાવતી દિવ્ય- અલૌકીક ધર્મસભામાં સહભાગી થવા આવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા પૌલમભાઇ પટેલ,દેવાંગભાઈ બ્રહ્મભટ્ટ, સૌરભભાઈ ભટ્ટ,સંદીપભાઈ પરમાર તેમજ હિન્દુ સંગઠનો જોડાયા હતા.

કાર્યક્રમમાં સાંસદ મિતેષભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ નિરંજનભાઈ પટેલ, રોશનભાઈ પટેલ સહિત ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ – ભાવેશ સોની (આણંદ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.