ભારતના ઈતિહાસમાં કદાચ પહેલી વખત દુનિયાના દિગ્ગજ નેતાઓનો સૌથી મોટો મેળાવડો આ સમિટ દરમિયાન જોવા મળશે.જી-20 ગ્રુપમાં સામેલ મોટાભાગના દેશોના ટોચના નેતાઓ સમિટ માટે ભારતની મુલાકાત લેવાના છે.
આ નેતાઓના નામ નીચે પ્રમાણે છે
- આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ
- ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બાનીઝ
- બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા
- કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો
- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
- ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન
- જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ
- ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો
- જ્યોર્જિયા મેલોની ઇટાલીના વડા પ્રધાન
- ફ્યુમિયો કિશિદા, જાપાનના વડા પ્રધાન
- યુન સુક યેઓલ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ
- મોહમ્મદ બિન સલમાન, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન
- સિરિલ રામાફોસા, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ
- એર્ડોગન, તુર્કીના રાષ્ટ્રપતિ
- ઋષિ સુનક, યુકેના પીએમ
- યુએસ પ્રમુખ જો બિડેન
- કાઉન્સિલ ઓફ યુરોપના પ્રમુખ ચાર્લ્સ મિશેલ
એક માત્ર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ બેઠકમાં સામેલ નહીં થાય.તેમની જગ્યાએ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ હાજરી આપશે.મેક્સિકોનુ પ્રતિધિત્વ રકેલ બ્યૂનરોસ્ત્ર્રો કરશે.તેઓ મેક્સિકોના નાણામંત્રી છે.