કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાત બિપરજોય અંગે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતમાં આવનારા ચક્રવાતી તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.
ગુજરાતમાં ચક્રવાત બિપરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે ચક્રવાતનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કોઈપણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દેશમાં આપત્તિનો સામનો કરવા માટે ડિઝાસ્ટર ઇન્ફોર્મેશન સિસ્ટમ પોર્ટલ, 112 સપોર્ટ સિસ્ટમ, 241 યુનિવર્સિટીઓ તૈયાર કરવામાં આવી છે.
Addressing a meeting with the Ministers of Disaster Management of the States and UTs. https://t.co/k3wF4nMJa7
— Amit Shah (@AmitShah) June 13, 2023
અમિત શાહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં ઘણી સફળતા હાંસલ કરી છે અને તેને કોઈ નકારી શકે તેમ નથી. તેમણે કહ્યું, પરંતુ અમે તેનાથી સંતુષ્ટ થઈ શકતા નથી કારણ કે આફતોએ તેમનું સ્વરૂપ બદલ્યું છે અને તેની તીવ્રતા વધી છે. તેમણે કહ્યું કે હવે આપણે આ સમસ્યાઓનો સામનો કરવા માટે વ્યાપક યોજનાઓ બનાવી પડશે. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે નવા વિસ્તારોમાં પણ આપત્તિ આવી રહી છે, આપણે આ માટે પણ પોતાને તૈયાર કરવાની જરુરિયાત છે.
ભારત સરકારે ફાયર બ્રિગેડ સેવાઓના વિસ્તરણ માટે રૂપિયા 5 હજાર કરોડનું બજેટ પસાર કર્યું છે. શહેરી પૂરના જોખમને ઘટાડવા માટે, સાત સૌથી વધુ વસ્તી ધરાવતા મેટ્રોપોલિટન શહેરો, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પૂણે માટે રૂપિયા 2500 કરોડનું ભંડોળ અલગ રાખવામાં આવ્યું છે. ભૂસ્ખલન રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 17 રાજ્યોને 825 કરોડ રૂપિયા મોકલવામાં આવશે.