તાંબાના નેનો પાર્ટીકલ્સ થી વિવિધ માઈક્રોબીઅલ્સ સામે રક્ષણ આપતા મટીરીયલનો ભાવનગર ની અનંત કોપર એન્ટી માઈક્રોબીઅલ કંપની આવિષ્કાર કરવામાં આવ્યો .
તાજેતરમાં ભાવનગર ખાતે આવેલ અનંત કોપર એન્ટી માઈક્રોબીઅલ કંપની દ્વારા એક નવિન સંશોધન કરવામાં આવેલ છે. કંપની દ્વારા છેલ્લા એક વર્ષના અથાગ પ્રયાસ તથા રિસર્ચ બાદ એક એવુ મટીરીયલ ડેવલપ કરવામાં આવેલ છે જે સમગ્ર મનુષ્ય જગત ને હાનીકારક એવા વિષાણું અને જીવાણુ સામે સુરક્ષા કવચ પૂરું પાડે છે. આ મટીરીયલ નું ઉત્પાદન કરી વિવિધ રોજીંદી વસ્તુઓમાં તેનું એકીકરણ કરીને દરેક પ્રોડક્ટ માં એન્ટી એલ્ગી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ તથા એન્ટી વાયરલ જેવા ગુણધર્મો વિકસાવવા માં આવ્યા છે. આ મટીરીયલ નો ઉપયોગ હાલના સમયમાં પ્લાસ્ટિકની પાણીની ટાંકી, પાઈપ્સ અને ફીટીંગ, રમકડા, પેટ બોટલ, પેઈન્ટ્સ, ટાઈલ્સ, ફર્નિચર, હાર્ડવેર આઈટમ, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ, કિચનવેર, કોમ્પ્યુટર કેબિનેટ એસેસરીઝ, વોચીસ, ડાયપર, ફેબ્રિકસ તથા જે પ્રોડક્ટ ની સપાટી પર આવા હાનીકારક માઈક્રોબિઅલ્સ નો ગ્રોથ થતો હોય ત્યાં થઇ શકે છે. આ મટીરીયલના એકીકરણ દ્વારા જે તે વસ્તુના નિર્માણ સમયે ઉત્પાદક એન્ટી એલ્ગી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ તથા એન્ટી વાયરલ ગુણધર્મો ધરાવતી વિવિધ વસ્તુઓ બનાવી શકે છે. આ મટીરીયલનો ઉપયોગ કરવાથી દરેક પ્રકારના હાનીકારક માઈકોબિઅલ્સ નો ગ્રોથ અટકી જાય છે અને આ માટે ના તમામ ટેસ્ટીંગ રીપોર્ટસ કંપની પાસે ઉપલબ્ધ છે જે પ્રમાણિત કરે છે કે આ સંશોધન દ્વારા અનંત કોપર એન્ટી માઈક્રોબીઅલ કંપની એ મનુષ્ય જગત માટે હાનીકારક માઈકોબીઅલ્સ સામે રક્ષણ તથા કવચ ઉપલબ્ધ કરાવ્યા છે.