Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

તિલકવાડાના ગણસિંડા ગામે આંગણવાડી-શાળાના બાળકોને પ્રવેશ અપાવતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા

તિલકવાડાના ગણસિંડા ગામે આંગણવાડી-શાળાના બાળકોને પ્રવેશ અપાવતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તિલકવાડાની ગણસિંડા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ગામના આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ના બાળકોનો વિદ્યારંભ કરાવી શિક્ષણના ધામમાં પ્રવેશ કરાવાયો હતો.

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત ત્રણ દિવસ દરમિયાન તમામ ગામોની આંગણવાડી-પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. રાજ્યકક્ષાએથી જિલ્લામાં પધારેલા ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને અધિકારીઓ આ ઉત્સવમાં સહભાગી બની બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આજે સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.

 

 

 

રિપોર્ટર-શૈશવ રાવ નર્મદા 

Filed under Narmada Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.