કર્ણાટકના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારએ બુધવારે લોકભવન ખાતે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જી. પરમેશ્વરએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શપથ પહેલા માતાના આશીર્વાદ
મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલાં ડી.કે. શિવકુમારે બેંગલુરુના સદાશિવનગર સ્થિત પોતાના નિવાસસ્થાને જઈ માતા ગૌરમ્માના આશીર્વાદ મેળવ્યા હતા.
તેમણે માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. શપથ ગ્રહણ પહેલાં તેમના નિવાસસ્થાને વિશેષ ધાર્મિક વિધિઓ અને પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અનેક પૂજારીઓએ ખાસ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી.
#WATCH | Bengaluru: Carrying a copy of the Constitution of India, DK Shivakumar takes oath as the Chief Minister of Karnataka.
(Video Source: Congress) pic.twitter.com/gYMsDu8hqL
— ANI (@ANI) June 3, 2026
જી. પરમેશ્વરે આંબેડકરના નામે શપથ લીધા
નવા મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવનારા જી. પરમેશ્વરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતી વખતે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરના નામે શપથ લીધા હતા.
તેમણે આ પ્રસંગે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને બંધારણીય મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
#WATCH | Bengaluru: Dr G Parameshwara takes oath as the Deputy Chief Minister of Karnataka.
(Video Source: Congress) pic.twitter.com/QzDb7gRbaX
— ANI (@ANI) June 3, 2026
શપથ ગ્રહણમાં ઉમટ્યો જનસાગર
ડી.કે. શિવકુમારના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણને લઈને કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
લોકભવન તરફ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં વિધાનસભા આસપાસનો વિસ્તાર ટ્રાફિકથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
કેટલી છે ડી.કે. શિવકુમારની સંપત્તિ?
શપથ ગ્રહણ સાથે જ ડી.કે. શિવકુમારની સંપત્તિ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. ચૂંટણી સોગંદનામા મુજબ તેમની અને તેમના પરિવારની કુલ સંયુક્ત સંપત્તિ ₹1,413 કરોડથી વધુ છે.
જાહેર કરાયેલી માહિતી અનુસાર તેમની કુલ જવાબદારીઓ (દેવું) આશરે ₹503 કરોડ છે.
આ આંકડાઓ તેમને દેશના સૌથી ધનિક રાજકારણીઓમાં સ્થાન અપાવે છે.
₹273 કરોડની જંગમ સંપત્તિ
ચૂંટણી સોગંદનામા મુજબ ડી.કે. શિવકુમાર અને તેમના પરિવારના વિવિધ બેંક ખાતાઓમાં ₹16 કરોડથી વધુની થાપણો છે.
તેમની વ્યક્તિગત જંગમ સંપત્તિ આશરે ₹244 કરોડ છે, જ્યારે પરિવાર સહિત કુલ જંગમ સંપત્તિ ₹273 કરોડ સુધી પહોંચે છે.
₹1,140 કરોડની સ્થાવર સંપત્તિ
સોગંદનામા મુજબ ડી.કે. શિવકુમારની સ્થાવર સંપત્તિ લગભગ ₹970 કરોડ છે. પરિવારની માલિકીની મિલકતો ઉમેરતા આ આંકડો ₹1,140 કરોડથી વધુ થાય છે.
આમાં જમીનો, કોમર્શિયલ પ્રોપર્ટી, રહેણાંક મિલકતો અને અન્ય રોકાણોનો સમાવેશ થાય છે.
શેરબજારમાં કરોડોનું રોકાણ
ડી.કે. શિવકુમાર અને તેમના પરિવારે વિવિધ કંપનીઓના શેરોમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.
સોગંદનામા મુજબ શેરબજારમાં કુલ ₹4.20 કરોડથી વધુનું રોકાણ છે. ઉપરાંત તેમની પાસે આશરે ₹9 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પણ છે.
સોનું, હીરા અને લક્ઝરી ઘડિયાળો
ડી.કે. શિવકુમાર, તેમની પત્ની અને બાળકો પાસે સોનું, ચાંદી, હીરાના દાગીના તેમજ લક્ઝરી ઘડિયાળો પણ છે.
રોલેક્સ અને હબ્લોટ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની ઘડિયાળો તેમની સંપત્તિનો ભાગ છે. પરિવારના દાગીનાની કુલ કિંમત ₹3.28 કરોડથી વધુ હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે.
કર્ણાટકની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત
ડી.કે. શિવકુમારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ સાથે કર્ણાટકની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. હવે સૌની નજર તેમની સરકારની પ્રાથમિકતાઓ, વિકાસ એજન્ડા અને રાજકીય પડકારો પર રહેશે.
કોંગ્રેસ માટે પણ આ નેતૃત્વ પરિવર્તન આગામી વર્ષોમાં રાજ્યની રાજનીતિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel