ક્યારેય વિચાર્યું છે કે લોકો સફળતા હાંસલ કરવા માટે આટલા ઝનૂની કેમ હોય છે… હકીકતમાં લોકોમાં એવી માન્યતા છે કે સફળતા ખુશીઓ લઇને આવે છે. પરંતુ હકીકતમાં આ પ્રકારની ખુશી લાંબા સમય સુધી ટકતી નથી. યેલ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના નિષ્ણાત સેમ્યુઅલ ટી. વિલ્કિનસને કહ્યું છે કે માનવી આ બાબત અંગે માહિતી મેળવવામાં સફળ નથી કે સ્થાયી ખુશી ખરેખર કઇ વસ્તુઓથી મળે છે. આ બૌદ્ધિક ભ્રમ છે કે કોઇ વસ્તુ અથવા તો સ્થિતિ સુધી પહોંચી ગયા બાદ સંતોષ મળશે.
સંબંધો ગુમાવી દીધા બાદ મળેલી સફળતા પોકળ છે, બીજાની મદદ કરવાથી ખુશીનું સ્તર વધશે : એક્સપર્ટ
ઝનૂન સારી બાબત નથી : આપણે વિચારીએ છીએ કે પ્રશંસા અને સફળતાથી માનવીને સંતોષ મળશે, ખુશી મળશે પરંતુ કેટલીક વખત આ પ્રકારની વિચારધારા ખોટી પુરવાર થાય છે. સારા અંદાજ મનૌવૈજ્ઞાનિક થિયરી મુજબ આપણી શરૂઆતની ભાવનાત્મક પ્રક્રિયા કોઇ પણ હોય ખુશીનું સ્તર યથાવત્ રહે છે. આપણે સામાન્ય રીતે પોતાની મૂળ સ્થિતિ પર આવી જઇએ છીએ. ટૂંકમાં ખુશીની પાછળ સતત ભાગવાથી સાચી ખુશી મળતી નથી.
દરેક સંબંધ મહત્ત્વપૂર્ણ નથી : હાર્વર્ડમાં મનોવિજ્ઞાની રહી ચૂકેલા આર્મેડ નિકોલી કહેતા હતા કે લોકો સોશિયલ મીડિયા રિલેશનને સામાન્ય સંબંધોની જેમ મહત્ત્વ આપે છે પરંતુ આ સંબંધ જંક ફૂડની જેમ હોય છે. એટલે કે સ્વાદમાં સારા હોય છે પરંતુ ન્યુટ્રીશન વેલ્યૂ ઝીરો હોય છે. જેથી વ્યક્તિગત સંબંધોને મહત્ત્વ આપવામાં આવે તે જરૂરી છે. સંબંધો ગુમાવી દીધા બાદ જો કોઇ સફળતા હાંસલ થાય છે તો આ પ્રકારની સફળતા પોકળ હોય છે, તેનું મહત્ત્વ ઓછું થઇ જાય છે.
આ રીતે વધશે ખુશી : ભૌતિક ચીજો અને સફળતા ખુશીને થોડાક સમય માટે વધારી શકે છે પરંતુ તેની અસર થોડાક સપ્તાહમાં જ ઘટી જાય છે. જ્યારે ગરમજોશી સાથે ભરેલા સંબંધો ખુશીને હમેંશા જાળવી રાખે છે. સાથે સાથે ખુશીનું સ્તર વધે પણ છે. મનોવિજ્ઞાની માર્ટિન સેલિગમેન કહે છે કે સારા સંબંધ જીવનના ઉતાર-ચઢાવમાં ઉપયોગી ભૂમિકા અદા કરે છે.
મેળવવા કરતાં વધારે સંતોષ આપવામાં મળે છે : પ્રો. વિલ્કિનસન કહે છે કે બીજાની મદદ કરવાથી વધારે ખુશી મળે છે. અલબત્ત આ બાબત કદાચ જ કોઇના મનમાં આવે છે કે જો તેઓ બીજા એક બે લોકોની મદદ કરે તો ખુશીમાં વધારો થઇ શકે છે. કેટલાક અભ્યાસ બાદ આ બાબત સાબિત થઇ ચૂકી છે કે મેળવવામાં જેટલી ખુશી અને સંતોષની લાગણી થાય છે તેના કરતાં વધારે ખુશી આપવામાં મળે છે.