પંજાબના તરનતારન જિલ્લામાં એક લૉ કોલેજમાં બનેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સોમવારે (9 ફેબ્રુઆરી) ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ યુવતી પર ગોળીબાર કરીને તેની હત્યા કરી અને ત્યારબાદ પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ કોલેજ કેમ્પસમાં ભયનો માહોલ સર્જાયો છે અને વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફમાં હડકંપ મચી ગયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિનીની ઓળખ 20 વર્ષીય સંદીપ કૌર તરીકે થઈ છે, જે નૌશહરા પન્નુઆની રહેવાસી હતી. જ્યારે આરોપી વિદ્યાર્થી પ્રિન્સ રાજ તરીકે ઓળખાયો છે, જે મલિયાં ગામનો રહેવાસી હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે પ્રિન્સ રાજ ક્લાસરૂમમાં પ્રવેશી સંદીપ કૌરને નજીકથી માથામાં ગોળી મારે છે. ત્યારબાદ તેણે પિસ્તોલ ફરી લોડ કરીને પોતાને ગોળી મારી દીધી હતી. ગોળીબાર એટલો નજીકથી થયો હતો કે બંનેના ઘટના સ્થળે જ મોત થઈ ગયા.
पंजाब के तरनतारन जिले के उसमा गांव स्थित माई भागो लॉ कॉलेज में दिल दहला देने वाली घटना!
पहले साल के छात्र प्रिंस राज ने क्लासरूम में सहपाठी छात्रा संदीप कौर (20) के सिर में गोली मारकर हत्या कर दी, फिर खुद को भी गोली मार ली।
दोनों की मौके पर ही मौत हो गई।
पूरी वारदात सीसीटीवी… pic.twitter.com/gcqv9qZdxv
— One India News (@oneindianewscom) February 9, 2026
DSP જગબીર સિંહે જણાવ્યું કે ક્લાસ શરૂ થતા જ આ દુર્ઘટના બની હતી. પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને કોલેજ પરિસરમાંથી પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે, કારણ કે એક વિદ્યાર્થી કોલેજમાં પિસ્તોલ લઈને કેવી રીતે પ્રવેશી શક્યો તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. ગેટ પર સિક્યોરિટી ચેકિંગ હતી કે નહીં તે અંગે પણ પૂછપરછ ચાલી રહી છે.
હાલ પોલીસે આ ઘટનાના પાછળના કારણો જાણવા માટે પરિવારજનો, મિત્રમંડળ અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ એકતરફી પ્રેમ અથવા વ્યક્તિગત વિવાદ કારણભૂત હોઈ શકે છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનો દ્વારા કડક કાર્યવાહી અને ન્યાયની માગ કરવામાં આવી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે ઘટના બાદ કોલેજ સંચાલકો ગેરહાજર હોવાનું કહેવાય છે, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel