પ્રકલ્પની જાણકારી આપતા પ્રકલ્પ પ્રમુખ શ્રી વાસુભાઇ પટેલે કહ્યું આ સ્વાવલંબન કેન્દ્રમાં શરુઆતમાં બ્યુટીપાર્લર, મ્હેંદી, કમ્પ્યુટર અને ઇંગ્લીશ સ્પીકિંગના અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવ્યાં. આગામી સત્રોમાં Tally, ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇનિંગ ના અભ્યાસક્રમ પણ જોડવામાં આવશે.
કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ સુનિલભાઇ બોરીસા (રા. સ્વ. સંઘ ગુજરાત પ્રાંત સહ પ્રાંતકાર્યવાહ) કહ્યૂં કે અર્થોપાર્જન માત્ર પુરુષોનું નહી પણ માતૃશક્તિનું પણ કામ છે. આપણા પ્રાચિન સમયમાં માતાઓ પરિવારની સાથે ખેતી જેવા કાર્યો કરતી જ હતી. આજે આપણે અભિગન બદલવાની આવશ્યક્તા છે. અર્થોપાર્જન માત્ર આપણા કે પરિવાર માટે નહીં પરંતુ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કરવાનો છે. વધુ માં એમને કહ્યૂં ‘સ્વાવલંબન’ ભારત માટે નવો વિષય નથી. સદીઓ પહેલા ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થા માં શિખર સ્થાને હતો અને જો આજે ભારતની 50% ની જનસંખ્યા (મહિલાઓ) અર્થોપાર્જન ની પ્રક્રિયા માં સહભાગી થાયે તો અર્થતંત્રની બાબતે આપણો દેશ પ્રથમ ક્રમાંક્તિ થશે.
કાર્યક્રમના અધ્યક્ષ જાણીતા સમાજસેવી શ્રી રમેશભાઇ પટેલે (શ્રી. R C Patel) વર્તમાન સમયમાં સ્વાવલંબનના લાભો જણાવી કહ્યું વિદેશોમાં આજે આપણી સંસ્કૃતિની તાલાવેલી જાગી રહી છે. હવે ચીની રમકડા નહી પણ માટીના રમકડાઓનું મહ્ત્વ વધે જેથી બાળકોને માટીની સોડમ વિશે ખબર પડે અને ફરીથી આપણે યોગ્ય વિકલ્પ આપી શકીએ.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત સેવાભારતી – ગુજરાતના સંગઠન મંત્રી શ્રી ઘનશ્યામભાઇ પટેલે સંસ્થાનો પરિચય આપતાં કહ્યું કે ગુજરાતમાં તેનો પ્રારંભ પૂર પીડિત સહાયતા સમિતિના નામથી 1979માં મચ્છુ પૂર હોનારત સમયે થયો, જે આગળ જતા શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, સામાજિક, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા સશક્તિકરણ, કિશોરીવિકાસ જેવા વિષયોથી કાર્યરત છે.
આ પ્રસંગે સેવા ભરતી ના પ્રાંત સંગઠન મંત્રી શ્રી કિશોરભાઇ મુંગલપરાએ શ્રદ્ધેય ડૉ અમૃતભાઇ કડીવાળાનું સ્મરણ કરી કહુયં કે તેમનું જીવન સેવાકીય કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયી હતું. તેમની પ્રેરણાથી જ આ કાર્ય અહીં પ્રારંભ થયું છે.
પ્રશિક્ષકો તેમજ ચયનિત શિક્ષાર્થીઓના અનુભવ કથન થયાં, જેમાં તેમણે જણાવ્યુ કે પ્રશિક્ષણના આ કાલખંડ દરમ્યાન પરસ્પર પારિવારિકભાવનાનો વિકાસ થયો. સ્વાવલંબનના ગુણનો વિકાસ થયો. આજના ઈન્ટરનેટના સમયમાં પ્રત્યક્ષ પ્રશિક્ષણના કારણે આપણી લુપ્ત પુરાણી ગુરુ શિષ્ય પરંપરાનો સુખદ અનુભવ થયો.