દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની નજીક આવેલા ડાઉનટાઉન વિસ્તારમાં ડ્રોન વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર દુબઈ અને સંયુક્ત આરબ અમીરાતમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દુબઈ સરકારના મીડિયા કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે મધ્ય દુબઈના વ્યસ્ત વિસ્તારોની નજીક આવેલા અલ બદા’આ વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો.
Dubai Drone Crash Today – Al Bada Area#Dubai #UAE pic.twitter.com/cTEQRMPpuT
— Syed Zeeshan Aziz (@iemziishan) March 12, 2026
પ્રત્યક્ષદર્શીઓએ સાંભળ્યો શક્તિશાળી ધડાકો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઘટનાના સમયે એક જોરદાર ધડાકો સંભળાયો હતો. ત્યારબાદ નજીકની ઇમારતો ઉપર નાના ધુમાડાના વાદળો ઉછળતા જોવા મળ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી, પરંતુ આ ઘટનાએ શહેરમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.
At night, an Iranian drone crashed into the residential high-rise Address Creek Harbour in Dubai, destroying the 57th floor.
The number of casualties is currently unknown.
Dubai authorities confirmed the drone incident and reported that people were evacuated from the building. pic.twitter.com/JKwz272l2W
— NEXTA (@nexta_tv) March 12, 2026
હાઈ-રાઈઝ બિલ્ડિંગ સાથે ડ્રોન અથડાતા પડ્યું ગાબડું
અહેવાલ મુજબ Dubai Creek Harbour વિસ્તારમાં એક હાઈ-રાઈઝ બિલ્ડિંગ સાથે ડ્રોન અથડાતા ઇમારતમાં મોટું ગાબડું પડી ગયું હતું. દુબઈ ગવર્મેન્ટ મીડિયા ઓફિસના જણાવ્યા મુજબ બુધવારે રાત્રે બનેલી આ ઘટનામાં ડ્રોન અથડાતા જ બિલ્ડિંગમાં આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ઘટના બાદ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા, જેમાં બિલ્ડિંગના ઉપરના ભાગમાંથી ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં સ્થાનિક સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે કે આ ડ્રોન ક્યાંથી આવ્યું હતું અને તેની પાછળ કોણ જવાબદાર હોઈ શકે.
Dubai authorities are responding to a minor drone incident in the Al Bada’a area. No injuries have been reported.
— Dubai Media Office (@DXBMediaOffice) March 12, 2026
આ ઘટના એવા સમયે બની છે જ્યારે Iran, Israel અને United States વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ શહેરો પર ડ્રોન હુમલાનો ખતરો વધી રહ્યો છે.
દુબઈના સત્તાધીશો હાલ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. ડ્રોન ક્યાંથી આવ્યું હતું, તેનો હેતુ શું હતો અને તેના પાછળ કોઈ સંગઠિત હુમલો હતો કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટનાને પગલે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel