બગસરામાંં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે રામકથા ‘માનસ મેઘાણી’ લાભ મળી રહ્યો છે. ‘મંચન’ પણ વ્યભિચારી થઈ રહ્યું છે, ‘મંથન’ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુએ ક્થા પ્રસંગોનું વર્ણન કર્યું.
ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ બગસરામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ મેઘાણી’ લાભ મળી રહ્યો છે. કથામાં છઠ્ઠા દિવસે મોરારિબાપુએ શિવ પાર્વતી અને દક્ષયજ્ઞ પ્રસંગ વર્ણન કર્યું.
‘કલિ કે કબિન્હ કરઉં પરનામા…’ ચોપાઈ કેન્દ્ર સ્થાને બગસરામાંં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે રામકથા ‘માનસ મેઘાણી’ વર્ણન કરતાં મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી મેઘાણી સાહિત્ય સંદર્ભે અને શાસ્ત્રોમાં સાંપ્રત દૃષ્ટિએ સંશોધન કરવાં ભાર મૂક્યો. ‘મંચન’ પણ વ્યભિચારી થઈ રહ્યું છે, ‘મંથન’ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુએ સમાજને ટકોર કરી.
મોરારિબાપુએ કથા ગાન કરતાં જણાવ્યું કે, ક્થા એ કશું પ્રાપ્ત થાય તે હેતુ નહી પરંતુ, મળેલું વહેંચવા માટે રહેલી છે. શિવ પાર્વતી સંવાદ વર્ણન અને દક્ષના યજ્ઞ પ્રકરણ ગાન દરમિયાન સાર આપ્યો કે ઈશ્વર કોઈને વિમુખ ન કરે, આપણે જ દૂર થઈએ છીએ. નિંદક એ કોઈ જવાબના અધિકારી નથી, તમે સાચા હો તો કોઈ જવાબ જ ન આપો તેમ ભારપૂર્વક ઉમેર્યું.
હર્ષાબા ગોહિલ પરિવાર મનોરથી રહીને નિમિત્તમાત્ર યજમાન રહ્યા છે. આ કથામાં લલિતકિશોરદાસજી બાપુ, જગજીવનદાસજી બાપુ, વિશ્વાનંદ માતાજી સાથે પિનાકીનભાઈ મેઘાણી, અભેસિંહ રાઠોડ, દિગુભા જાડેજા, નીતિનભાઈ વડગામા, અમરીશભાઈ ડેર, માયાભાઈ આહિર, પ્રણવ પંડ્યા, સ્નેહી પરમાર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ કથા શ્રવણ લાભ લીધો. વ્યવસ્થા આયોજનમાં ચીમનભાઈ વાઘેલા, ભરતભાઈ ચાંદ્રાણી, લવલુભાઈ વાળા તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel