વિશ્વમાં છેલ્લા એક વર્ષમાં ભૂકંપના આંચકા આવવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં આજે રશિયામાં ભારતીય સમય પ્રમાણે સવારે 10:32 આજુબાજુ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 મપાઈ હતી. આ ભૂકંપ Ust’ – kamchatsk Staryyથી 133 કિલોમીટર પૂર્વ દક્ષિણપૂર્વમાં અનુભવાયો હતો. આ ભૂકંપની ઊંડાઈ લગભગ 10 કિમી મપાઈ હતી. આજે આવેલ આ ભૂકંપમાં કોઈ જાનહાની થયાના અહેવાલ મળ્યા નથી. પ્રભાવિત વિસ્તારમાં આંચકાનો અનુભવ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
An #earthquake with 4.90 magnitude has occurred near Ust’-kamchatsk Staryy, Russia @ 06:02:31 UTC #asia https://t.co/p461X2JOkw
— Seismos: Worldwide Earthquake Monitoring (@SeismosApp) October 30, 2023
છેલ્લા એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે. જેમાં કેટલાક ભૂકંપથી કોઈ જાનહાની થતી નથી તો કેટલાક ભૂકંપ ભયંકર વિનાશ વેરે છે. છેલ્લા કેટલાક મહિનામાં કેટલાક ભૂકંપ જોવા મળ્યા છે જેણે ભારે વિનાશ સર્જ્યો હતો. ગત વર્ષે ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપ અને આ વર્ષે તુર્કેઈ અને સીરિયામાં આવેલા ભૂકંપે ઘણી તબાહી મચાવી હતી. ગયા મહિને સપ્ટેમ્બરમાં મોરોક્કોમાં આવેલા ભૂકંપ અને તાજેતરમાં 7 ઓક્ટોબરે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં પણ ઘણી તબાહી સર્જાઈ હતી. ભૂકંપના આંચકાની ઘટનામાં વધારો સામાન્ય માણસની ચિંતા અને જીવનવ્યવહાર પર પણ અસર કરી શકે છે