બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર રચવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો જીત્યા બાદ એનડીએ હવે 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નવા શપથગ્રહણ સમારોહનું આયોજન કરી રહ્યું છે. આ ભવ્ય સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજરી આપવાના છે, જેના કારણે સમગ્ર રાજ્યનું રાજકીય માહોલ વધુ જ ગરમાયો છે.
નીતિશ કુમારનું રાજીનામું અને વિધાનસભા ભંગ
મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજભવન પહોંચી રાજીનામું રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને સુપરત કર્યું છે. આવતીકાલે, 19 નવેમ્બરે, બિહાર વિધાનસભા ભંગ કરવામાં આવશે. ત્યારબાદ નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનું શક્ય માનવામાં આવી રહ્યું છે. તેમના નેતૃત્વમાં યોજાયેલી અંતિમ કેબિનેટ બેઠકમાં વિધાનસભા ભંગ કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે પૂરો થતો હોવાથી તમામ પ્રક્રિયાઓ સમય પહેલા પૂર્ણ કરવામાં આવી રહી છે.
बिहार में नीतीश का CM शपथ की तैयारी, राज्यपाल को सौंपेंगे इस्तीफा
बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने राज्यपाल को अपना इस्तीफा सौंपने का फैसला किया है, इसके तुरंत बाद वे एनडीए के समर्थन से मुख्यमंत्री पद की शपथ लेंगे।
जदयू-बीजेपी गठबंधन की जीत के बाद यह औपचारिकता पूरी की जा… pic.twitter.com/96gjkwjBkx
— One India News (@oneindianewscom) November 17, 2025
પક્ષોની બેઠક અને નવા નેતાની પસંદગી
નીતિશ કુમારના રાજીનામા બાદ જેડીયુ વિધાનસભા પક્ષની બેઠક યોજાશે, જેમાં નીતિશ કુમારને પક્ષના નેતા તરીકે ફરીથી પસંદ કરવામાં આવશે એવી શક્યતા છે. ત્યારબાદ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક 19 નવેમ્બરે યોજાશે, જેને પહેલા 18 નવેમ્બરે યોજવાની હતી. ત્યારબાદ એનડીએ વિધાનસભા પક્ષની સંયુક્ત બેઠકમાં નીતિશ કુમારને ગઠબંધનનો નેતા જાહેર કરવામાં આવશે. સંયુક્ત પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે મળી સરકાર રચવાનો દાવો રજૂ કરશે.
એનડીએની ભવ્ય જીત
એનડીએએ બિહાર ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ભાજપે 89 બેઠકો, જેડીયુએ 85 બેઠકો, એલજેપી (રામવિલાસ)એ 19 બેઠકો અને અન્ય સાથી પક્ષોએ કુલ 9 બેઠકો જીતી છે. આ પ્રકારની મજબૂત બહુમતી સાથે એનડીએ હવે સ્થિર સરકાર રચવા જઈ રહ્યું છે.
હાજર હાલત મુજબ મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર જ શપથ લેશે તેવી જોરદાર શક્યતા છે, જોકે હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોવી બાકી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel