કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા RSSના પથસંચલનનો મુદ્દો અંતે પૂર્ણ થયો છે. રાજ્યની કોંગ્રેસ સરકારે આ કાર્યક્રમને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, રવિવાર, 16 નવેમ્બરના રોજ કલબુર્ગીના ચિત્તાપુર વિસ્તારમાં આ પથસંચલન સફળતાપૂર્વક યોજાયું. તાજેતરમાં કર્ણાટક હાઈકોર્ટએ આ પથસંચલન માટે મંજૂરી આપતાં 300 સ્વયંસેવકોને ભાગ લેવા લીલી ઝંડી મળી હતી.
#WATCH | Karnataka: Rashtriya Swayamsevak Sangh (RSS) conduct 'Path Sanchalan' (route march) in Chittapur, Kalaburagi pic.twitter.com/zWpZdmabIe
— ANI (@ANI) November 16, 2025
અનુમતિ બાદ 300 ગણવેશધારી સ્વયંસેવકો દ્વારા લગભગ 1.5 કિમી લાંબી માર્ચ યોજાઈ જેમાં 50 બેન્ડવાદકો પણ જોડાયા હતા. સુરક્ષા દ્રષ્ટિએ આ સમગ્ર માર્ચ દરમિયાન 800 થી વધુ પોલીસ કર્મીઓ, અધિકારીઓ, તેમજ CCTV અને ડ્રોન કેમેરાથી સઘન દેખરેખ રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા માર્ચ શરૂ થાય તે પહેલાં આખા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી હતી. પથસંચલન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર તરફથી પરવાનગી ન મળતા RSSએ કર્ણાટક હાઈકોટનો સંપર્ક કર્યો હતો અને કોર્ટે પરવાનગી આપ્યા બાદ જ પથસંચલન યોજવામાં આવ્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel