click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 50% ટેરિફ ખતમ કરો: ભારતના સમર્થનમાં અમેરિકાની સંસદમાં ઊઠ્યો અવાજ, પ્રસ્તાવ રજૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 50% ટેરિફ ખતમ કરો: ભારતના સમર્થનમાં અમેરિકાની સંસદમાં ઊઠ્યો અવાજ, પ્રસ્તાવ રજૂ
Gujarat

50% ટેરિફ ખતમ કરો: ભારતના સમર્થનમાં અમેરિકાની સંસદમાં ઊઠ્યો અવાજ, પ્રસ્તાવ રજૂ

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (નોર્થ કેરોલિના), માર્ક વીજી (ટેક્સાસ) અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોય) એ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

Last updated: 2025/12/13 at 10:59 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ઊંચા ટેરિફ સામે યુએસ સંસદ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માં ત્રણ ડેમોક્રેટ સાંસદોએ એક પ્રસ્તાવ રજૂ કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સાંસદોનું કહેવું છે કે રાષ્ટ્રીય કટોકટીના નામે લાદવામાં આવેલા આ ટેરિફ ગેરકાયદેસર છે અને તેનાથી સામાન્ય અમેરિકનોને જ નુકસાન થઈ રહ્યું છે.

Contents
ટ્રમ્પના 50% ટેરિફને રદ કરવાની માંગટેરિફને ગેરકાયદે ગણાવ્યો ક્યારે લાગુ કર્યો હતો ટેરિફ? અમેરિકા-ભારત સંબંધો અને આર્થિક અસરકોંગ્રેસ VS પ્રમુખના કટોકટી અધિકારો

ટ્રમ્પના 50% ટેરિફને રદ કરવાની માંગ

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (નોર્થ કેરોલિના), માર્ક વીજી (ટેક્સાસ) અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોય) એ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ દ્વારા, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય આયાત પર ટેરિફ 50 ટકા સુધી વધારવા માટે જે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી હતી, તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે.

ટેરિફને ગેરકાયદે ગણાવ્યો 

ડેમોક્રેટ સાંસદોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ ટેરિફ ગેરકાયદેસર છે, અમેરિકન હિતોની વિરુદ્ધ છે, અને સૌથી વધુ નુકસાન સામાન્ય અમેરિકન નાગરિકોને થઈ રહ્યું છે. આ વાસ્તવમાં રોજબરોજની વસ્તુઓ પર અમેરિકનો પરનો વધારાનો ટેક્સ છે.”

Three US House of Representatives members introduce resolution to end Trump's 50% tariffs on India

Read @ANI Story | https://t.co/ntxT9NyvH5#USHouse #Trump #Tariff #India pic.twitter.com/Iryxhy3qN7

— ANI Digital (@ani_digital) December 13, 2025

ક્યારે લાગુ કર્યો હતો ટેરિફ? 

ટ્રમ્પે 1 ઓગસ્ટ, 2025 ના રોજ ભારત પર 25% ‘રેસિપ્રોકલ ટેરિફ’ લાદ્યો હતો. ત્યારબાદ, 27 ઓગસ્ટ, 2025 ના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25% ‘સેકન્ડરી ટેરિફ’ લગાવવાની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% ટેરિફ ઉપરાંત હતો. આ બંને ટેરિફને કારણે ઘણા ભારતીય ઉત્પાદનો પરની આયાત પડતર બમણી થઈ ગઈ હતી. ટ્રમ્પ વહીવટીતંત્રે તેની ટેરિફ નીતિઓ લાગુ કરવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નો આશરો લીધો હતો.

અમેરિકા-ભારત સંબંધો અને આર્થિક અસર

સાંસદોએ ભારતીય આયાત પર લાદવામાં આવેલા આ ટેરિફને દૂર કરવાના પક્ષમાં મજબૂત દલીલો રજૂ કરી:

ડેબોરા રોસ : “નોર્થ કેરોલિનાની અર્થવ્યવસ્થા ભારત સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. ભારતીય કંપનીઓએ અહીં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને હજારો નોકરીઓ આપી છે. આ ટેરિફ તે સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યા છે.”

માર્ક વીજી : “આ ગેરકાયદેસર ટેરિફ નોર્થ ટેક્સાસના સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ નાખી રહ્યા છે. ભારત અમારો સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે.”

રાજા કૃષ્ણમૂર્તિ : “આ પગલું સપ્લાય ચેઇનને બગાડી રહ્યું છે, અમેરિકન મજૂરોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને ગ્રાહકોના ખિસ્સા પર બોજ નાખી રહ્યું છે. ટેરિફ દૂર કરવાથી અમેરિકા-ભારત આર્થિક અને સુરક્ષા સંબંધો વધુ મજબૂત થશે.”

કોંગ્રેસ VS પ્રમુખના કટોકટી અધિકારો

આ પ્રસ્તાવ યુએસ કોંગ્રેસના એક મોટા અભિયાનનો એક ભાગ છે, જેમાં ડેમોક્રેટ્સ (અને કેટલાક રિપબ્લિકન પણ) પ્રમુખના કટોકટીના અધિકારો (Emergency Powers) પર નિયંત્રણ લાવવા માંગે છે. સાંસદોનું કહેવું છે કે બંધારણ મુજબ વેપાર નીતિ બનાવવાનો અધિકાર માત્ર કોંગ્રેસ પાસે છે, પ્રમુખ પાસે નહીં. આ પ્રસ્તાવ હાલમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવ્યો છે. જો તે પસાર થાય છે, તો સેનેટ (ઉપલું ગૃહ) માં પણ સમાન બિલ પર મતદાન થશે, અને વિશેષ બહુમતીથી પ્રમુખના વીટોને પણ ઓવરરાઇડ કરી શકાય છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @india, @narendramodi, 50% tariff, america, Breaking news, currentaffairs, currentnews, Donald Trump, gujaratinews, latest news, oneindianews, topnews, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ, ટેક્સાસ, ડેબોરાહ રોસ, નોર્થ કેરોલિના, ભારત, ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિ, માર્ક વીજી, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કરોડોની જમીનનું કૌભાંડ : કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમના બે પુત્રો સહિત 8 સામે ગુનો
Next Article ગુજરાતમાં વધુ એક વાઘની એન્ટ્રી? પંજાના નિશાન મળી આવતા ચર્ચા જાગી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?