ભારત અને કેનેડા (India Canada Controversy) વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન હવે ટેસ્લાના સહ-સંસ્થાપક (Tesla Co-Founder) અને સ્પેસએક્સના સંસ્થાપક (Space X Founder) તથા CEO ઈલોન મસ્ક (Elon Musk) એ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (justin Trudeau)ની આકરી ટીકા કરી હતી અને ટ્રુડો પર અભિવ્યક્તિની આઝાદીને કચડી નાખવાનો આરોપ મૂક્યો હતો.
Trudeau is trying to crush free speech in Canada. Shameful. https://t.co/oHFFvyBGxu
— Elon Musk (@elonmusk) October 1, 2023
કેનેડા સરકારના આ નિર્ણય પર ગુસ્સે ભરાયાં
મસ્કે આ ટિપ્પણી એવા સમયે કરી હતી જ્યારે કેનેડા સરકારે ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવાઓને સરકારના નિયામક નિયંત્રણ સાથે ઔપચારિક રીતે રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત કરી દીધું છે. મસ્ક પત્રકાર અને લેખક ગ્લેન ગ્રીનવાલ્ડની એક પોસ્ટનો જવાબ આપી રહ્યા હતા જેમણે કેનેડા સરકારના નિર્ણય પર ટિપ્પણી કરી હતી.
ગ્રીનવાલ્ડે શું પોસ્ટ કરી હતી?
ગ્રીનવાલ્ડે એકસ પર પોસ્ટ કરી હતી કે દુનિયાની સૌથી દમનકારી ઓનલાઈન સેન્સરશિપ યોજનાઓમાંથી એકથી લેસ કેનેડિયન સરકારે જાહેરાત કરી છે કે પોડકાસ્ટની ઓફર કરતી તમામ ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવાઓએ નિયામક નિયંત્રણની મંજૂરી લેવા ઔપચારિક રીતે સરકાર સમક્ષ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
મસ્કે આપ્યો કડક જવાબ
આ મામલે પ્રતિક્રિયા આપતાં ઈલોન મસ્કે કહ્યું કે ટ્રુડોએ કેનેડામાં અભિવ્યક્તિની આઝાદીને કચડી નાખવાનો આ શરમજનક પ્રયાસ પહેલીવાર નથી કર્યો પણ અગાઉ ઘણીવાર ટ્રુડો સરકાર સામે આ પ્રકારના ગંભીર આરોપો લાગ્યા છે. ફેબ્રુઆરી 2022માં ટ્રુડોએ દેશના ઈતિહાસમાં પહેલીવાર ઈમરજન્સી પાવર્સનો ઉપયોગ કર્યો હતો અને સરકારને કોરોના મહામારી પ્રતિબંધો વિરુદ્ધ ટ્રક ડ્રાઈવરોના દેખાવોને રોકવા માટે વધારાની શક્તિઓ આપી હતી. આ ડ્રાઈવરો તે સમયે વેક્સિન જનાદેશનો વિરોધ કરી રહ્યા હતા.