Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 28°C

એલોન મસ્કને એક્સને કારણે થયું 625 કરોડનું નુકસાન, જાણો શું છે કારણ ?

એલોન મસ્કને એક્સને કારણે થયું 625 કરોડનું નુકસાન, જાણો શું છે કારણ ?

જ્યારથી એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી સતત મસ્કની મુશ્કેલીમાં વધારો થતો રહ્યો છે. હવે કપંનીને ફરી એક ફટકો પડ્યો છે. એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની તેનું કારણ એ છે કે વિશ્વની મોટી બ્રાન્ડ્સે X માંથી તેમની માર્કેટિંગ ઝુંબેશ પાછી ખેંચી રહી છે. મસ્કએ ગયા અઠવાડિયે પ્લેટફોર્મ પર સેમિટિક વિરોધી પોસ્ટને સમર્થન આપ્યું હતું. જે બાદ વોલ્ટ ડિઝની અને વોર્નર બ્રધર્સ ડિસ્કવરી સહિતની ઘણી કંપનીઓએ તેમની જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

200 કંપનીઓની યાદી

X મીડિયા વોચડોગ ગ્રુપ મીડિયા મેટરસ પર દાવો કરીને વળતો પ્રહાર કર્યો છે, અને આરોપ લગાવ્યો છે કે સંસ્થાએ એક અહેવાલ સાથે પ્લેટફોર્મને બદનામ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એડોલ્ફ હિટલર અને નાઝી પાર્ટીનો પ્રચાર કરતી પોસ્ટની બાજુમાં Apple અને Oracle સહિતની મોટી બ્રાન્ડ્સની જાહેરાતો દેખાઈ હતી. આ અઠવાડિયે ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ દ્વારા જોવામાં આવેલા આંતરિક દસ્તાવેજોમાં એરબીએનબી, એમેઝોન, કોકા-કોલા અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓના 200 થી વધુ જાહેરાત એકમોની યાદી છે, જેમાંથી ઘણાએ સોશિયલ નેટવર્ક પર તેમની જાહેરાત થોભાવી છે અથવા થોભાવવાનું વિચારી રહી છે.

જાહેરાતકર્તાઓ x નો સાથ છોડી રહ્યા છે

અહેવાલ મુજબ, X એ શુક્રવારે જણાવ્યું હતું કે $11 મિલિયનની આવક જોખમમાં છે અને અમુક જાહેરાતકર્તાઓ પ્લેટફોર્મ પર પાછા ફર્યા હોવાથી ચોક્કસ આંકડો વધઘટ થયો હતો. નાગરિક અધિકાર જૂથોના જણાવ્યા મુજબ, ઑક્ટોબર 2022માં મસ્કે ટ્વીટર અને હાલનું X ખરીદ્યું ત્યારથી જાહેરાતકર્તાઓ X છોડી જવા લાગ્યા છે.રોઇટર્સના અગાઉના અહેવાલમાં જણાવાયું હતું કે મસ્કના હસ્તાંતરણ પછી પ્લેટફોર્મની યુએસ જાહેરાત આવક દર મહિને ઓછામાં ઓછા 55 ટકા ઘટી છે.

એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન છે

એલોન મસ્ક હાલમાં વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન છે. હાલમાં તેમની પાસે 219 અબજ ડોલરની સંપત્તિ છે. શુક્રવારે તેમની સંપત્તિમાં 5 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. જોકે, આ વર્ષે તેની નેટવર્થમાં 81.8 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. જે બાદ તેનું નામ બદલીને X કરવામાં આવ્યું હતું. હાલમાં તેની કિંમત 20 અબજ ડોલર હોવાનું કહેવાય છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.