X(ટ્વિટર)ના CEO ઈલોન મસ્કએ ગઈકાલે તેની બિઝનેસ પ્લાનની જાહેરાત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તે X(ટ્વિટર)માંથી બ્લોકીંગ ફીચરને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ. આ સાથે તેણે કહ્યું હતું કે આ ફીચરના સ્થાને નવું ટૂલ ઉમેરાશે.
You will still be able to mute accounts and block users for DMs
— Elon Musk (@elonmusk) August 18, 2023
ઈલોન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર)ને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા સમયથી X(ટ્વિટર) નવા નવા ફેરફારો થઈ રહ્યા છે, ત્યારે હવે X(ટ્વિટર)ના CEOએ હવે નવી જાહેરાત કરી છે જેમાં તેણે કહ્યું કે X(ટ્વિટર)માંથી બ્લોકીંગ ફીચરને દૂર કરવા માટે કામ કરી રહ્યા છે.
મ્યૂટ અને બ્લોક વચ્ચેનો આ તફાવત છે
X(ટ્વિટર)ના CEO ઈલોન મસ્કે એક ચાહકના ટ્વિટનો જવાબ આપતા આ વાતની જાણકારી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે DM (ડાયરેક્ટ મેસેજ) સિવાય બ્લોક સુવિધા ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. X(ટ્વિટર)એ તેના હેલ્પ પેજ પર સમજાવ્યું કે X(ટ્વિટર) લોકોને તેમના અનુભવોને સુધારવા માટે સંખ્યાબંધ ટૂલ પ્રદાન કરે છે. બ્લોક આ ટૂલમાંથી એક છે. બ્લોકીંગ એ યુઝર્સને X પર અનિચ્છનીય ક્રિયા-પ્રતિક્રિયાઓથી પોતાને બચાવવામાં મદદ કરવા માટે એક સુરક્ષા ફીચર છે. આ બ્લોક એકાઉન્ટ્સ તમારી પોસ્ટ્સ જોઈ નહીં શક્તું તેમજ તેમની પોસ્ટ્સ તમારા ફીડમાં દેખાતી નથી. બ્લોક કરેલ એકાઉન્ટમાંથી તમને ડાયરેક્ટ મેસેજ પણ મોકલી શકતું નથી. જ્યારે મ્યૂટ ટૂલ બ્લોકથી સંપૂર્ણપણે અલગ છે. લોકો હજુ પણ અન્ય એકાઉન્ટ્સને મ્યૂટ કરી શકશે, જેનો અર્થ છે કે તેઓ તે યુઝર્સની પોસ્ટ્સ જોઈ શકશે નહીં. પરંતુ મ્યૂટ કરેલ એકાઉન્ટ વ્યક્તિની પોસ્ટ જોઈ શકે છે, તેના પર પ્રતિક્રિયા આપી શકે છે અને તે ફરીથી રિ-પોસ્ટ કરી શકે છે. મ્યૂટ કરેલ એકાઉન્ટ ડાયરેક્ટ મેસેજ પણ મોકલી શકે છે.