Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

CM મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

CM મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને ઉત્તર બંગાળમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. તેમનું હેલિકોપ્ટર જલપાઈગુડીથી બાગડોગરા જઈ રહ્યું હતું. આ દરમિયાન સાલુગાડા આર્મી એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે બંગાળના સીએમ રોડ માર્ગે પ્રવાસ કરી રહ્યા છે.

TMC નેતા રાજીવ બેનર્જીએ જણાવ્યું કે, તેઓ સુરક્ષિત છે અને હવે તેઓ રોડ માર્ગે પ્રવાસ કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા હિંસા ભડકી ઉઠી છે. કૂચ બિહારના દિનહાટામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલીના એક દિવસ બાદ હિંસા થઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે અહીં ટીએમસીના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ટીએમસીના એક કાર્યકરનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું અને અનેક કાર્યકરો ઘાયલ પણ થયા હતા.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.