દેશમાં વિવિધ કંપનીઓમાં નોકરી કરતા લોકો એક જગ્યાએથી નોકરી છોડી અન્ય કોઈ બીજી જગ્યાએ જાય છે ત્યારે તે પીએફ (PF)ની જમા રકમ ઉપાડી લેતા હોય છે. પરંતુ જો તમે આવું કરી રહ્યા છો તો તમારો આ નિર્ણય ભવિષ્યમાં તમને મોટુ નુકસાન કરાવી શકે છે. કદાચ તેના વિશે ક્યારેય ગણતરી નહી કરી હોય કે, નોકરી બદલતાની સાથે જ પીએફના પૈસા ઉપાડી લેવાથી શું નુકસાન થઈ શકે છે. જ્યારે તમે તેની ગણતરી કરશો તો જરુર પછતાશો.
15 હજારનો પગાર લેતા કર્મચારીઓ મેળવી શકે છે મોટી રકમ
હવે તમને સમજાવીએ કે, PFના પૈસા નિકાળી લેવાથી તમને કઈ રીતે મોટુ નુકસાન થાય છે. માની લો કે કોઈ એક વ્ચક્તિનો પગાર દર મહિને 15 હજાર રુપિયા છે. EPFO ના નિયમ પ્રમાણે આવા કર્મચારીઓના PF ખાતામાં દર મહિને 2351 રુપિયા જમા થાય છે, જેમા કર્મચારી અને નોકરીદાતા બન્નેનું યોગદાન હોય છે.
મે સરળતાથી એક UAN ની અંદર દરેક પીએફ એકાઉન્ટને મર્જ કરી શકો છો
હવે EPFOના હાલના 8.15 ટકાના વ્યાજ દર પ્રમાણે જોઈએ, તો 2351 રુપિયા દર મહિને પીએફમાં જમા થવા પર 10 વર્ષમા કુલ 4.34 લાખ રુપિયા જમા થઈ જશે. જ્યારે 20 વર્ષ પછી આ રકમ વધીને 14.11 લાખ રુપિયા થઈ જશે. તો રિટાયરમેન્ટ વખતે એટલે કે 40 વર્ષ પછી 86 લાખ રુપિયા તમારા PF એકાઉન્ટમાં જમાં થઈ જશે. પરંતુ તમે નોકરી બદલતાની સાથે જ પીએફના પૈસા ઉપાડવાની જગ્યાએ ટ્રાન્સફર કરી લો તો વધુ ફાયદો મળે છે. તમે સરળતાથી એક UAN ની અંદર દરેક પીએફ એકાઉન્ટને મર્જ કરી શકો છો. અને તેની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે.
5 વર્ષ પહેલા પીએફના ખાતામાંથી પૈસા ઉપાડી લો છો તો થઈ શકે છે મોટુ નુકસાન
EPFO ના નિયમ પ્રમાણે જો તમારુ પીએફ એકાઉન્ટ ઓપન કર્યાને પાંચ વર્ષથી વધારે સમય થયો હોય તો તમારી જમા રાશિ પર થોડી રકમ નીકાળવા માંગો છો, તો આવા કિસ્સામાં તમારે કોઈ ટેક્સ નહી આપવો પડે. પરંતુ જો તમારા પીએફ એકાઉન્ટને પાંચ વર્ષથી ઓછો સમય થયો હોય તો તમારા ખાતામાંથી નીકાળેલ રકમ પર ટેક્સ લાગશે. આ ટેક્સ TDS તરીકે કાપવામાં આવશે. આ કપાત માટે EPFO એ કેટલાક નિયમો બનાવ્યા છે. તે પ્રમાણે જો પીએફમાં ખાતામાં તમારુ પાન કાર્ડને લિંક છે તો 10 ટકા કાપવામાં આવશે,અને પાન કાર્ડ લિંક કરાવેલ નહી હોય તો 20 ટકા પ્રમાણે TDS કાપવામાં આવશે. આમ તમને આ રીતે નુકસાન થઈ શકે છે.