પંજાબના મોહાલીમાં પોલીસ અને અસામાજિક તત્ત્વો વચ્ચે થયેલા એન્કાઉન્ટરે ભારે ચકચાર મચાવી છે. મોહાલીના લાલડ્રા વિસ્તારમાં લહલી નજીક એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) અને ગુનેગારો વચ્ચે ગોળીબાર થયો, જેમાં કબડ્ડી ખેલાડી તથા પ્રમોટર કુંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બલાચૌરિયાની હત્યામાં સંડોવાયેલ મુખ્ય શૂટર હરપિંદર સિંહને પોલીસએ ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટર દરમિયાન બે પોલીસ જવાનોને પણ ગોળી વાગી હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
Mohali, Punjab: SSP Harman Deep Hans says, "There was a boy, Harpinder Singh alias Midhhi, a resident of Tarn Taran, who was injured in a gunfire incident and subsequently taken to the hospital. Later, an extract operation was carried out, as instructed by the boy we had captured… pic.twitter.com/60u7Hl1ura
— IANS (@ians_india) December 17, 2025
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ, 15 ડિસેમ્બરે, મોહાલીના સોહાના વિસ્તારના સેક્ટર-82માં બેદવાન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ચાર દિવસીય કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન રાણા બલાચૌરિયા પર બાઇક સવાર હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા રાણા બલાચૌરિયાને DSP હરસિંહ બલ્લે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ હત્યા બાદ પંજાબ પોલીસ આરોપીઓની શોધમાં હતી.
AAP’s colossal failure has made even the playgrounds of Punjab unsafe!!
Firing at the Sohāna Kabaddi Cup & the cold-blooded murder of renowned kabaddi promoter Rana under the guise of a selfie exposes complete lawlessness. This is @AapPunjab’s jungle raj.
Kejriwal–Bhagwant Mann… pic.twitter.com/yizqXsW0ls
— Manjinder Singh Sirsa (@mssirsa) December 15, 2025
પોલીસ તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે AGTFએ લાલડ્રા નજીક કાર્યવાહી હાથ ધરી, જ્યાં શૂટર હરપિંદર સિંહે પોલીસ પર ફાયરિંગ કર્યું અને જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કરવામાં આવ્યો. આ કેસમાં અમૃતસર પોલીસે કરણને ધરપકડ કર્યો છે, જ્યારે નિર્મલજીત અને મંદીપને પણ ઝડપી લેવામાં આવ્યા છે. એન્કાઉન્ટર બાદ ત્રણેય આરોપીઓ કસ્ટડીમાં છે, જેમાંથી એક ગોળી વાગવાથી હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને હત્યાના કારણો તથા ગેંગ લિંક્સ અંગે તપાસ ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel