Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

PM મોદીના ઘરે નવા મહેમાનની એન્ટ્રી, વડાપ્રધાને વરસાવ્યો અદભુત પ્રેમ

PM મોદીના ઘરે નવા મહેમાનની એન્ટ્રી, વડાપ્રધાને વરસાવ્યો અદભુત પ્રેમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ PM હાઉસમાં એક વાછરડા સાથે જોવા મળી રહ્યા છે. PM મોદી ગાયને ખૂબ પ્રેમથી રમાડી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, તેમણે આ નવા વાછરડાનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.

 

આ પહેલા પણ વડાપ્રધાન આવાસમાંથી PM મોદીના ગાય સાથેના વીડિયો અને તસવીરો સામે આવી ચુકી છે. પરંતુ આ ગાયના બચ્ચા સાથે PM મોદીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

PM મોદીએ ગાયનું નામ રાખ્યું

PM મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – ગાવ: સર્વસુખ પ્રદા:’. લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાન ગૃહ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે. વડાપ્રધાન આવાસમાં પ્રિય માતા ગાયે નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું નિશાન છે. તેથી, મેં તેમનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.