અમદાવાદ કોર્પોરેશને પર્યાવરણને નુકસાન પહોંચાડતી કન્સ્ટ્રકશન સાઈટ સામે લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરમાં 41 જેટલી સાઈટ સીલ કરવામાં આવી છે. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં 25 સાઈટ સીલ કરવામાં આવી છે. સૌથી વધુ પૂર્વ ઝોનમાં 25, દક્ષિણ ઝોનમાં 6 સાઇટ સીલ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્રપોરેશન દ્વારા નિયમનું પાલન નહીં કરતી બાંધકામ સાઇટ પર કાર્યવાહી કરવામાં આવી છે. પર્યાવરણને નુકસાન થતું હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 41 જેટલી સાઈટ સીલ કરવામાં આવી છે. સૌથી વધુ નિકોલમાં સાઈટ સીલ કરવામાં આવી છે. ઓઢવ,વિરાટનગર, હાથીજણ, મેમનગર, ઘુમામાં પણ સાઈટ સીલ કરી દેવામાં આવી છે.નિયમનું પાલન નહીં કરાતા કાર્યવાહી કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇડ દ્વારા પર્યાવરણને નુકસાન થતું હોવાથી કાર્યવાહી કરાઈ છે.
સાઈડ પર ગ્રીન નેટ નહીં બાંધતા પર્યાવરણને નુકસાન થતું હોવાનું અનુમાન છે. ગ્રીન નેટ બાંધવાથી ચાલુ કામે ડસ્ટ ઉડે અને પ્રદૂષણ ન થાય તે નિયમનું પાલન થવુ જરૂરી છે. સિલ મારવામાં આવ્યા બાદ સાઈટો દ્વારા ગ્રીન નેટ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. મેમનગર ખાતે આકાશીયા એપાર્ટમેન્ટમાં સીલ માર્યા બાદ તાત્કાલિક ગ્રીન નેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અન્ય સાઇટો ઉપર પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.