અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન રોગચાળાના આંકડા જોઈએ તો છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 566, મલેરિયાના 137, ચિકનગુનિયા 9 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 335 કેસ, ટાઈફોઈડના 348, કમળા 162 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે.