‘અતિશય ચિંતાના કારણે આખો દિવસ ન બગડ્યો હોય એવું મને યાદ નથી. નાનપણમાં જિમ ક્લાસના સંકોચથી માંડીને નજીકના લોકોને ગુમાવવાનો ડર કે પરમાણુ વિનાશની આશંકા સુધી દરેક બાબત મને ડરાવતી હતી.’ આ શબ્દો છે વિખ્યાત લેખત ડેવિડ રોબસનના, તેમણે કહ્યું હતું કે ઉંમર વધવાની સાથે ડરનું સ્વરૂપ ભલે બદલાયું હોય પરંતુ નકારાત્મક વિચારો યથાવત્ છે. હું એકલો નથી. અનેક લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વિજ્ઞાન તેને ન્યૂરોટિસિસ્મ કહે છે. તાજેતરના અભ્યાસ પ્રમાણે ઉચાટ કે નકારાત્મકતા રચનાત્મકતા વધારવાની સાથે સ્વાસ્થ્યને માટે પણ લાભદાયક હોય છે. એ કેવી રીતે એ નિષ્ણાતો પાસેથી જાણીએ.
વ્યૂહનીતિ પોતાની સમસ્યાને અન્ય કોઈ વ્યક્તિ સાથે સાંકળીને જોશો તો ઉકેલ શોધવામાં મદદ મળશે.
બીજા કરતાં આગળ રહેછેઃ ક્યારેક નકારાત્મક વિચાર પણ રચનાત્મકતા વધારે છે. લંડનની કિંગ્સ કૉલેજના ડૉ. એડમ પર્કિસ કહે છે કે અતિસક્રિય કલ્પનાથી આ પ્રકારની ચિંતા ઉદભવે છે. મગજમાં એક પ્રકારનો સિનેમા સ્ક્રીન હોય છે, જ્યાં તમે કોઈ સંભાવના ફંફોસતા રહો છો. એ બાબતોને મગજમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપે છે. આ પ્રવૃત્તિચિંતાની સાથે ઊંડા વિચાર અને મૌલિક વિચારોને પણ પ્રોત્સાહિત કરે છે. એવામાં જે કાંઈન વિચારતી વ્યક્તિની સરખામણીમાં તો તમે ફાયદામાં જ છો.
સુરક્ષિત રાખે છેઃ સામાન્ય ચિંતા આપણને સુરક્ષિત રાખવામાં મદદરૂપ છે. ન્યૂરોસાયન્ટિસ્ટ વેન્ડી સુઝુકી કહે છે ચિંતાની ભાવના સામેની પ્રતિક્રિયા આપણા રક્ષણ માટે વિકસેલી છે. પેરાસિમ્પેથેટિક સિસ્ટમને સક્રિય કરીને આપણે તેને નિયંત્રિત કરી શકીએ છીએ. તે માટે ઊંડા શ્વાસ લો, ન્યૂરોન્સ હૃદયના ધબકારા ધીમા કરે છે. શાંતિની અનુભૂતિમાં મદદ કરે છે. તેનાથી મગજમાં ડોપામાઇન અને સેરેટોનિન વધે છે. એ ચિંતા ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
સ્વાસ્થ્યમાં સુધારો: એડિનબરા યુનિવર્સિટીના ડૉ. એલેક્ઝેન્ડર વીસે વિવિધ દેશોના હજારો લોકો પર અભ્યાસ કર્યો. પરિણામ એ આવ્યું કે ચિંતા રાખનારા લોકોમાં મૃત્યુનું જોખમ ઓછું હતું. તેનું કારણ એ છે કે તેઓ પોતાની પ્રવૃત્તિને કારણે સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે જાગ્રત થઈ ગયા હતા.
સ્વ-અંતર ઉકેલ લાવશે :આ પ્રયોગો પછી પણ જો ચિંતા ઓછી થતી ન હોય તો સ્વ-ધ અંતરનો વ્યૂહ અપનાવો. તેનાથી સમસ્યાને બાહ્ય દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. આવી જ સમસ્યા ભોગવતા કોઈ મિત્રની સલાહ લઈ રહ્યા છો, એવી કલ્પના પણ કરી શકો છો. સ્વ સાથે ત્રાહિત વ્યક્તિની જેમ વાત કરીને સમસ્યાઓનું સમાધાન મળી શકે છે.