ટ્વિટર દ્વારા યુઝર્સ માટે ટ્વીટ રીડિંગની મર્યાદા નક્કી કર્યા બાદ હવે આ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે તેની કેટલીક સેવાઓ પર પણ નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. આમાંથી પ્રથમ ટ્વિટરની TweetDeck સેવાને અસર કરશે, ટ્વિટરે જાહેરાત કરી છે કે હવે આ સેવાનો ઉપયોગ કરવા માટે યુઝર્સને વેરીફાઈડ હોવું જરૂરી, એટલે કે તેમની પાસે બ્લુ ટિક હોવું જરૂરી છે.
Twitter says users must be verified to use TweetDeck
Read @ANI Story| https://t.co/97JZPq8w4q#Twitter #TweetDeck #Elonmusk pic.twitter.com/bWx3zP9ik5
— ANI Digital (@ani_digital) July 4, 2023
TweetDeck પર હવે આ મર્યાદાઓ લાગુ થશે
ટ્વિટરે આપેલ માહિતી અનુસાર, TweetDeckનો ઉપયોગ કરવા માટેના આ ફેરફારો 30 દિવસની અંદર શરૂ થશે. જોકે, ટ્વિટરની આ જાહેરાત પહેલા જ ઘણા ટ્વીટડેક યુઝર્સને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નોટિફિકેશનઓ અને ટ્વીટ્સ મેળવા સંદર્ભે સમસ્યાઓ જોવા મળી રહી છે. ઘણા લોકોએ ફરિયાદ કરી છે કે, ટ્વિટર તેમના TweetDeckમાં કૉલમ હેન્ડલ કરે છે તે લોડ થઈ રહ્યું નથી. TweetDeck માં સમસ્યા શરૂ થઈ જ્યારે કંપનીના CEO એલોન મસ્કએ જાહેરાત કરી કે, તેણે વેરીફાઈડ યુઝર્સ માટે દરરોજ 10,000 પોસ્ટ્સ અને અનવેરીફાઈડ યુઝર્સ માટે 1000 ટ્વીટ્સ જોવાની મર્યાદા નક્કી કરી છે.
TweetDeckનું નવું વર્ઝન આવશે નવા ફીચર્સ સાથે
ટ્વિટરે એક ટ્વીટ કરીને આ તાજેતરની જાહેરાત કરી છે. તેમાં TweetDeckનું નવું વર્ઝન અને નવા ફીચર્સ લાવવા સંબંધિત માહિતી આપવામાં આવી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કંપની TweetDeckના નવા અને જૂના વર્ઝન માટે ચાર્જ લેશે કે નહીં.
TweetDeck ની નવી સુવિધાઓની પણ જાહેરાત કરવામાં આવી
ટ્વિટરે તેના ટ્વિટ્સમાં જણાવ્યું હતું કે, “અમે TweetDeckનું નવું અને અપડેટ વર્ઝન લોન્ચ કર્યું છે. ટ્વિટરે કહ્યું કે, TweetDeckના નવા વર્ઝનમાં, બધી સેવ કરેલી સર્ચ, લિસ્ટ અને કૉલમ પહેલાની જેમ જ હાજર રહેશે.
વપરાશકર્તાઓના એકાઉન્ટ વેરીફાઈડ હોવું આવશ્યક
કંપનીએ કહ્યું કે, TweetDeckમાં કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. તેમાં સ્પેસ, વિડીયો ડોકીંગ, ટ્વિટર પોલ્સ અને નવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ટીમ્સ ફંક્શન હાલમાં TweetDeck માં પ્રદાન કરવામાં આવ્યું નથી અને આગામી અઠવાડિયામાં ફરીથી લોંચ કરવામાં આવશે. આગામી 30 દિવસ માટે TweetDeck નો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓના એકાઉન્ટ વેરીફાઈડ હોવું આવશ્યક છે.