કેરળ પોલીસના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, જેકબ થોમસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં પૂર્ણ-સમય પ્રચારક તરીકે જોડાશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે RSS અને BJP આક્રમક રીતે ખ્રિસ્તી સમુદાયને આકર્ષિત કરી રહ્યા છે.
જેકબ થોમસે કહ્યું કે તેઓ 1 ઓક્ટોબરના રોજ એર્નાકુલમ જિલ્લાના પલ્લીક્કારા ખાતે RSS પદસંચલનમાં RSSનો સત્તાવાર ગણવેશ – જેને ગણવેશમ તરીકે ઓળખવામાં આવે છે એ ગણવેશ પહેરીને ભાગ લેશે.
તેમણે કહ્યું, “હું દાયકાઓથી RSS સાથે સંકળાયેલો છું અને સરસંઘચાલક મોહન ભાગવત સહિત સંગઠનના ટોચના અધિકારીઓના સંપર્કમાં છું. રાષ્ટ્ર પ્રત્યે કેડરની શિસ્ત અને નિઃસ્વાર્થ સેવાએ મને RSS તરફ આકર્ષિત કર્યો.
તેઓ ખરેખર દેશભક્ત છે અને હું કોઈ પણ RSS કેડરને મળ્યો નથી જે વ્યક્તિગત લાભ વિશે વિચારે છે. મને લાગે છે કે દુનિયામાં એવું કોઈ સંગઠન નથી જે રાષ્ટ્ર પ્રત્યે આટલું સમર્પણ અને નિષ્ઠા દર્શાવે છે,”
જેકબે કહ્યું કે તેઓ IPS અધિકારી તરીકેના તેમના વર્ષો દરમિયાન પણ RSS સાથે જોડાયેલા હતા. જેકબે કહ્યું કે તેમણે RSSના પૂર્ણ-સમય પ્રચારક તરીકે કામ કરવાની ઇચ્છા છે અને તેમની સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે સંગઠને નક્કી કરવાનું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel