Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

વિદેશ મંત્રી જયશંકર શ્રીલંકા પહોંચ્યા કચ્છ-થીવું ટાપુનો વિવાદ ઉકેલવા પ્રયત્ન કરશે

વિદેશ મંત્રી જયશંકર શ્રીલંકા પહોંચ્યા કચ્છ-થીવું ટાપુનો વિવાદ ઉકેલવા પ્રયત્ન કરશે

આ ઉપરાંત તેઓ શ્રીલંકાના વિદેશ મંત્રી અલિ સાબ્રી તેમજ શ્રીલંકાના પ્રમુખ રેનીલ વિક્રમસિંઘે સાથે પણ મંત્રણા કરશે. જોકે અલિ સાબ્રીએ તો પહેલાં એમ જ કહ્યું હતું કે કચ્છ-થીવુ ટાપુ અંગે તો દાયકાઓ પૂર્વે નિર્ણય લેવાઇ ગયા છે તેથી વધુ ચર્ચાની જરૂર જ નથી

જયશંકર તેઓની કોલંબો મુલાકાત દરમિયાન ભારતની સાગર (SAGAR)  નીતિ વિષે પણ ચર્ચા કરશે. આ નીતિ પ્રમાણે હિન્દ મહાસાગરમાં આવેલા અને હિન્દ મહાસાગરના તટવિસ્તારના દેશોને એક સૂત્રે બાંધવાનો પ્રયત્ન છે. આ સાગર પોલિસીનું સંપૂર્ણ રૂપ (ફુલ-ફોર્મ) આ પ્રમાણે છે. ”સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધી રીજીયન”

મહત્ત્વની વાત તે છે કે ચીન હિન્દમહાસાગર ઉપર ટાંપીને બેઠું છે. તેથી તેણે શ્રીલંકાનાં દક્ષિણનાં કુદરતી બારાં હંબરટોટામાં મથક સ્થાપવા નિર્ણય કર્યો હતો, શ્રીલંકા ચીનના કરબોજ નીચે આવેલું હોઈ તેને તે માટે પરવાનગી આપવી જ પડે તેમ હતી. તે સાથે ભારતે તેને તેની ગંભીર આર્થિક કટોકટી વખતે અને તે પૂર્વે સુનામી સમયે કરેલી સહાય તે ભૂલી શકે તેમ નથી. તેથી તેણે નવો માર્ગ શોધી કોઈપણ વિદેશી સત્તાને શ્રીલંકામાં થાણાં રચાવવા ઉપર ૧ વર્ષ માટે પ્રતિબંધ મુકતાં અત્યારે તો તે વાત અટકી ગઈ છે. કચ્છ થીવુ અંગે પણ જયશંકર સમાધાનકારી યોજના રજૂ કરી શકે તેમ છે.

જયશંકરનું વિમાન મથકે શ્રીલંકાનાં રાજ્ય વિદેશ મંત્રી થરાકા બાલ સૂર્ય અને પૂર્વ પ્રાંતના ગર્વનર સેન્થીલ થોડમનું વિમાન મથકે સ્વાગત કર્યું હતું.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.