પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ અને ઈઝરાયલ વચ્ચે સર્જાયેલા વોરના વીડિયોમા ઈઝરાયેલ પર હુમલા સાથે તેના પર વળતો હુમલો કરવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે જે ખોટા છે. આવા પ્રકારના વીડિયોને કઈ રીતે ચેક કરવા કે તે સાચા છે કે ખોટા તો તે માટે અમે તમને જણાવીશું વિગતો. જો તમે આ ફોટોને ચેક કરવા માગતા હોવ તો ગુગલ મદદરૂપ બનશે. AI ઈમેજ ડિટેક્ટરને સર્ચ કરશો તો તરત જાણવા મળશે કે આ ફોટો અસલી છે કે નકલી.
વોર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહ્યું છે પણ એક વોર સોશ્યલ મીડિયા પર પણ ખેલાઈ રહ્યું છે કે જેમાં નફરત ફેલાવનારા સાથે ટિખળી અને બેજવાબદાર લોકો જુના વીડિયો સાથે અમુક વિડીયો ગેમમાં વપરાયેલા છે તેને પણ વાયરલ કરી રહ્યા છે.
મુદ્દો ગમે તેટલો ગંભીર કેમ ના હોય પરંતુ આવા તોફાની તત્વો સુધરવાનું નામ નથી લેતા અને સરવાળે જે વીડિયો વાયરલ કરવામાં આવે છે અથવા તો વાયરલ થાય છે તેની ખરાઈ કરવી ખરેખર જરૂરી બની જાય છે કેમકે આવા વાયરલ વીડિયો ક્યારેક હિંસા ભડકાવવા માટે નીમિત બની જાય છે.
આજકાલ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ અને ઈઝરાયલ વચ્ચે સર્જાયેલા વોરના વીડિયોમા ઈઝરાયેલ પર હુમલા સાથે તેના પર વળતો હુમલો કરવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે જે ખોટા છે. આવા પ્રકારના વીડિયોને કઈ રીતે ચેક કરવા કે તે સાચા છે કે ખોટા તો તે માટે અમે તમને જણાવીશું વિગતો.
Israeli men’s across the globe are flying back home to join to the Army. 🇮🇱💪 pic.twitter.com/eFc82ylWBJ
— Gyan Jara Hatke (@gyanjarahatke) October 11, 2023
જો તમે આ ફોટોને ચેક કરવા માગતા હોવ તો ગુગલ મદદરૂપ બનશે. AI ઈમેજ ડિટેક્ટરને સર્ચ કરશો તો તરત જાણવા મળશે કે આ ફોટો અસલી છે કે નકલી. અમે આ જ ફોટોની સત્યતા તપાસી તો જાણવા મળ્યું કે આ આ ઈમેજ તો AI દ્વારા બનાવવામાં આવેલી છે.
Such scenes have never been seen before
Palestinian freedom fighters have shot down 4 Israeli war helicopters in Gaza
Has surprised the world with his versatility and preparation۔#israel #hamas #Palestine #اسرائیل #حماس #فلسطين #طوفان_الأقصى pic.twitter.com/VmDOgY4Is9
— Aalia_khan💞 (@aalia_dr) October 8, 2023
તપાસ કરતા જાણવા મળ્યું કે આ તો કોઈ વીડિયો ગેમમાંથી લેવામાં આવેલો વીડિયો છે કે જે વાયરલ થયો છે. ગેમ ‘અરમા-3’ માથી લેવામાં આવેલા વિડિયો છે કે જે એક ઓપન વર્લ્ડ ટેક્ટિકલ શૂટર સિમ્યુલેશન વિડિયો ગેમ છે.
અસલી અને નકલી ઓળખવાની આ રીત છે
જો તમે ઈન્ટરનેટ પર કોઈ વાયરલ વિડિયો કે ફોટો જુઓ છો અને થોડો પણ સંદેહ કોઈ ફોટા કે વીડિયોને લઈને છે તો તરત ગુગલ કરી શકો છો અને સોર્સ ચેક કરીને માહિતિ મેળવી શકો છો કે તે સાચા છે કે ખોટા. તમે ફેક્ટ ચેક માટેની વેબસાઈટના માધ્યમથી પણ જાણી શકો છો કે તમે જે વીડિયો જોઈ રહ્યા છે તે ખરેખર વોર નો છે કે પછી સોશ્યલ મીડિયા પર ખાલી વાયરલ જ છે.