એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એક શૉકિંગ અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. 60 વર્ષની ઉંમરે એમને દુનિયાને અલવિદા કહી દીધું છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઋતુરાજનું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું. અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેના મિત્રએ પણ કરી છે. ઋતુરાજ છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રાની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળ્યા હતા.
Popular TV actor Rituraj Singh passed away last night at the age of 60 due to cardiac arrest.
May his soul rest in peace 🙏🏻
.
.#Zoomtv #riturajsingh #news #rip #tvactor pic.twitter.com/eUYhb2zLmt
— @zoomtv (@ZoomTV) February 20, 2024
ઋતુરાજના નજીકના મિત્ર અમિતે કહ્યુ કે, ‘ઋતુરાજને ગઈકાલે રાત્રે લગભગ 12:30 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, જે બાદ તેમનું અવસાન થયું હતું. એમને પહેલાથી જ પેનક્રિયાસ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી.’ અભિનેતાના નિધન પર ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.
ઋતુરાજે એમના કરિયરની શરૂઆત 1993માં ટીવી શો ‘બનેગી અપની બાત’થી કરી હતી. આ પછી એમને ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઈ’ અને ‘આહટ ઔર અદાલત’ જેવા ઘણા શોમાં કામ કર્યું. છેલ્લા કેટલાક દિવસોથી તે ‘અનુપમા’માં નજર આવી રહ્યા હતા. આ સાથે જ એમને શાહરૂખ ખાન સાથે ‘ડર’ અને ‘બાઝીગર’ જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય ઋતુરાજ ‘મેડ ઇન હેવન’ અને ‘બંદિશ બેન્ડિટ્સ’ જેવી વેબ સિરીઝનો પણ ભાગ હતા.