ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ કરી દીધું છે. હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન પોલીસે ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
#WATCH | Police fire tear gas to disperse protesting farmers at Punjab-Haryana Shambhu border.
The protesters are demanding a law guaranteeing MSP for crops. pic.twitter.com/TRCI8gZ2M9
— ANI (@ANI) February 13, 2024
સિંઘુ બોર્ડર ફ્લાયઓવર સીલ
ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની આસપાસની સરહદો સીલ કરી દેવામાં આવી છે. સિંઘુ બોર્ડર પરનો ફ્લાયઓવર પણ સીલ કરી દેવામાં આવ્યો છે. મશીનની મદદથી સિમેન્ટ બેરીકેટ્સ લગાવવામાં આવ્યા છે. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આરએએફ તહેનાત કરવામાં આવી છે.
હેલ્પલાઈન નંબર જાહેર કરવામા આવ્યો
ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સાથે જોડતી તમામ સરહદો પર બેરિકેડ લગાવીને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. દિલ્હીના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પ્રતિબંધોને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિતના NCR શહેરોમાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
હરિયાણા જવા માટે 4 રૂટ
• ડાબર ચોક – મોહન નગર – ગાઝિયાબાદ – હાપુર રોડ – જીટી રોડ – દિલ્હી મેરઠ એક્સપ્રેસવે – ડાસના – ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે થઈને મુસાફરી કરી શકાય છે.
• લોની – પૂજા પાવી – પંચલોક – મંડોલા – મસૂરી – ખેકરા (29 કિમી) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે દ્વારા ઈન્દ્રપુરી પહોંચી શકાય છે.
• દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસવેની સર્વિસ લેનમાંથી પંચલોક – મંડોલા-મસૂરી – પૂજા પાવીથી ઠેકડા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પણ એક વિકલ્પ હોઈ શકે છે.
• દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસવે થઈને મંડોલા – મસૂરી – ખેકરા – ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે થઈને ટ્રોનિકા સિટીના માર્ગે જઈ શકાય છે.