મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે વૈશ્વિક ઊર્જા બજારમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. માહિતી મુજબ, ઈરાન દ્વારા Saudi Aramcoની મહત્વપૂર્ણ રાસ તનુરા રિફાઈનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પછી સુરક્ષાના કારણોસર રિફાઈનરીને તાત્કાલિક બંધ કરવામાં આવી છે, જેના કારણે વિશ્વભરમાં ઊર્જા સપ્લાય અંગે ચિંતા વધતી જોવા મળી રહી છે.
આ ઘટનાના પગલે વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે 9.32%નો વધારો નોંધાયો છે.
JUST IN: 🇸🇦 Iran strikes Saudi Arabia's Aramco Ras Tanura oil refinery. pic.twitter.com/eTmPGRFAY5
— BRICS News (@BRICSinfo) March 2, 2026
આ ઉપરાંત વિશ્વના લગભગ 20% ઓઈલ સપ્લાય માટે મહત્વપૂર્ણ માર્ગ ગણાતી Strait of Hormuzમાં શિપિંગ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. તેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા ચાર વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે અને તે બેરલ દીઠ લગભગ 80 ડોલર સુધી પહોંચ્યા છે.
મિડલ ઈસ્ટ તણાવથી વૈશ્વિક બજારમાં અસ્થિરતા
મિડલ ઈસ્ટમાં વધતા સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર મિસાઈલ હુમલાઓ થયા હતા, જેના પગલે તેહરાન દ્વારા વળતા પ્રહારમાં ઇઝરાયેલ અને અમેરિકન સૈન્ય અડ્ડાઓ ઉપરાંત સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ પર હુમલાઓ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
BREAKING: 🚨🚨 SAUDI OIL HIT
Saudi Arabia’s ARAMCO, in Ras Tanura, has been hit by either Iran or Yemen.
Going after oil infrastructure would be a massive escalation pic.twitter.com/ZgNSkXkZcA
— ADAM (@AdameMedia) March 2, 2026
આ હુમલાઓ અંગે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપી છે. સાઉદી સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે ઈરાન વિરુદ્ધના કોઈપણ ઓપરેશનમાં તેમની જમીન અથવા હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ઈરાનની કાર્યવાહી અસ્વીકાર્ય છે.
વૈશ્વિક અર્થતંત્ર પર પડવાની શક્ય અસર
નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો હોર્મુઝની સામુદ્રધુની લાંબા સમય સુધી પ્રભાવિત રહેશે તો આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી શકે છે. જેના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ અખાતી દેશોમાં વધતા તણાવને કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તેની અસર વિશ્વના ઊર્જા બજાર તેમજ વૈશ્વિક અર્થતંત્ર પર પણ પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel