ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે મહા વિષ્ણુયજ્ઞ યોજાયો. અહીંયા ભાગવત કથા સાથે વિરાટ ધર્મ મહોત્સવ યોજાયો જેમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી.
પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને રવિવાર તા.૨૨થી શનિવાર તા.૨૮ દરમિયાન ભાગવત કથા લાભ મળ્યો.
ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે ગુરુવાર તા.૨૬થી રવિવાર તા.૧ દરમિયાન ૫૫૧ કુંડી મહા વિષ્ણુ યાગ યોજાયો જેમાં ભૂદેવોના મંત્રોચાર સાથે યજમાન દંપતીઓ દ્વારા આહુતિઓ અર્પણ કરવામાં આવી.
લાલબાપુની પ્રેરણા સાથે આ વિરાટ ધર્મ મહોત્સવ યોજાયો જેમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી અને સૌએ દર્શન અને ભાગવત ક્થા શ્રવણ સાથે પ્રસાદ લાભ લીધો. આયોજકો સેવકો અને તંત્ર દ્વારા ખૂબ જ પ્રશસ્ય સેવા વ્યવસ્થા રાખવામાં આવી અને ભાવિકોએ આ ધર્મોત્સવ માણ્યો.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel