જેના કારણે ટામેટાં પછી સફરજનના ભાવમાં વધારો થવાની ધારણા છે.ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હિમાચલ પ્રદેશની સપ્લાય ચેઇનને ગંભીર અસર થઈ છે. જેથી ટામેટાં અને અન્ય શાકભાજી ઉપરાંત હવે ફળોના સપ્લાય પર પણ અસર પડી છે. જેની અસર હવે દિલ્હીના હોલસેલ માર્કેટમાં જોવા મળી રહી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પર સપ્લાય ચેઈનને દિલ્હીના સફરજનના હોલસેલ માર્કેટ અસર થઈ છે. ઓખલામાં એક દુકાનના માલિકે જણાવ્યું કે, હિમાચલ પ્રદેશ દિલ્હી એનસીઆર ક્ષેત્ર માટે બટાટા, સફરજન અને જરદાળુ જેવા ફળોના જથ્થાબંધ વેચાણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, હિમાચલમાં વરસાદ પડવો હંમેશાં ખરાબ સમાચાર હોય છે.
સફરજનના ભાવમાં કેટલો વધારો?
દુકાનદારે જણાવ્યું કે, સફરજનના બોક્સની કિંમત 1 હજાર રૂપિયા હોવી જોઈએ, પરંતુ વરસાદને કારણે તેની કિંમત 2 હજાર રૂપિયાથી વધીને 3 હજાર 500 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં હાઈવેની ખરાબ હાલતને કારણે ખેડૂતો એક જ ટ્રકમાં ફળો પેક કરી રહ્યા છે, જેના કારણે આ ફળો ઝડપથી સડી રહ્યા છે. જેના કારણે ફળોના પુરવઠાને અસર થઈ રહી છે અને માંગ પણ વધી રહી છે.
આઝાદપુર મંડીના એક દુકાનદારે કહ્યું કે હાલ સફરજનનો પુરવઠો ખતમ થઈ ગયો છે. તે જ સમયે, ભૂસ્ખલનને કારણે તાજા સફરજનની સપ્લાય થઈ રહી નથી.