કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પેપર’ (White Paper) રજૂ કર્યું છે. જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, ‘મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે ઘણી મહેનત કરી છે.’
Union Finance Minister Nirmala Sitharaman lays on the Table a copy of the 'White Paper on the Indian Economy' today, in Lok Sabha pic.twitter.com/oYFwUHtSeE
— ANI (@ANI) February 8, 2024
શ્વેત પેપર શું છે?
શ્વેત પેપર દ્વારા યુપીએ અને એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કામની સરખામણી કરવામાં આવશે. સરકાર તેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાઓ વિશે પણ જણાવશે. શ્વેત પેપર એક એવો અહેવાલ છે, જેના દ્વારા સરકારની ઉપલબ્ધિઓ જણાવવામાં આવે છે.
ખડગે રજૂ કર્યો ‘બ્લેક પેપર’
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ ‘બ્લેક પેપર’ રજૂ કરતાં ઘણાં મુદ્દાઓ પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર વર્તમાન સમયની વાત નથી કરતી અને તે ભૂતકાળમાં જઈને કોંગ્રેસના શાસનની વાતો કરે છે. પરંતુ તેણે આજના સમયમાં જે મોંઘવારી છે તેની વાત કરવી જોઈએ. મોદીએ હાલમાં ફુગાવાને કન્ટ્રોલ કરવા કેવા પગલાં ભર્યા તેના વિશે જણાવવું જોઈએ. તેમણે ઈન્દિરા ગાંધી અને નહેરુના સમયકાળની વાતો કરવાનું ટાળવું જોઇએ. તેમની સાથે તુલના ન થઇ શકે.