ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક ભયાનક આગની ઘટના સામે આવી છે, જેમાં સાત માળની ઓફિસ ઇમારત આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 40થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે સેન્ટ્રલ જકાર્તા પોલીસ વડા સુસાત્યો પૂર્ણોમો કોન્ડ્રોએ સત્તાવાર રીતે 20 મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવ્યું છે, જેમાં 5 પુરુષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં એક ગર્ભવતી મહિલાનું મૃત્યુ પણ થયું હોવાનું જણાઈ રહ્યું છે.
આ આગનું કેન્દ્ર ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાના ઓફિસવાળી ઇમારત હતી, જે ખાણકામ, કૃષિ વગેરે ક્ષેત્રોને ડ્રોન સેવાઓ પૂરી પાડે છે. આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી અને થોડા જ સમયમાં ઉપરના માળે ફેલાઈ ગઈ હતી. આગ લાગતી વેળાએ કેટલાક કર્મચારીઓ બપોરના ભોજન માટે ઓફિસમાંથી બહાર હતા, જ્યારે ઘણા લોકો અંદર હાજર હતા. જે લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા, તેમને બચાવવા માટે અગ્નિશામકો પોર્ટેબલ સીડીનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા.
BREAKING – Building fire kills 17 in Indonesia's capital: police https://t.co/Y8o7lHbYo4 pic.twitter.com/7vKGSiUdTP
— Insider Paper (@TheInsiderPaper) December 9, 2025
આગ લાગવાનું મૂળ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આગની તીવ્રતા એટલી ભારે હતી કે આકાશમાં કાળા ધુમાડાના ગોટાળા છવાઈ ગયા હતાં અને સેન્ટ્રલ જકાર્તાના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અગ્નિશામક દળે ભારે મહેનત બાદ આગને કાબૂમાં લીધી હોવાની માહિતી મળી રહી છે. હાલમાં અધિકારીઓનું ધ્યાન સલામતી, સ્થળાંતર અને ઇમારતમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા પર કેન્દ્રિત છે.
જકાર્તાની આ ઘટના તાજેતરમાં હોંગકોંગના તાઈ પો જિલ્લામાં લાગેલી ભીષણ આગની યાદ તાજી કરે છે, જેમાં લગભગ 160 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત, આ વર્ષે ઓગસ્ટમાં ઇન્ડોનેશિયન સંસદ ભવનમાં લાગેલી આગમાં પણ ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા. વારંવાર આવી દુર્ઘટનાઓથી મોટાં શહેરોમાં આગ સલામતી સિસ્ટમ અને બિલ્ડિંગ મેનેજમેન્ટ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel