નવી દિલ્હીની સંસદ લાયબ્રેરી બિલ્ડિંગમાં આજે યોજાયેલી NDA (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક અનેક રીતે ખાસ રહી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી શાનદાર જીતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુષ્પમાળાથી સન્માનિત કરવામાં આવ્યા. બેઠકમાં પીએમ મોદીએ વહીવટી સુધારાઓ, નાગરિક-કેન્દ્રિત શાસન અને દેશના બદલાતા શાસન-મિલીઉ પર પોતાના દૃઢ વિચારો રજૂ કર્યા.
પીએમ મોદીએ ખાસ કરીને ‘પેપરવર્ક કલ્ચર’ના અંત પર ભાર મૂક્યો. તેમણે 30-40 પાનાના ફોર્મની જૂની પદ્ધતિની તીવ્ર ટીકા કરી અને કહ્યું કે હવે દેશમાં નાગરિકોને વારંવાર તેમના જ ડેટા સબમિટ કરાવવાની પ્રથા બંધ થવી જોઈએ. સેવાઓ ઘરે-આંગણે પહોંચાડવાની અને પ્રક્રિયાઓને સહેલી તથા ઝડપી બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે સરકાર નાગરિકોમાં વિશ્વાસ ધરાવે છે અને સ્વ-પ્રમાણપત્ર પદ્ધતિને દાયકાથી વધુ સમય સુધી કોઈપણ દુરુપયોગ વગર સફળતાપૂર્વક ચલાવવાથી આ વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
#WATCH | Delhi | NDA leaders felicitate PM Narendra Modi during the NDA Parliamentary Party meeting. pic.twitter.com/di7IGDBozP
— ANI (@ANI) December 9, 2025
મોદીએ આગળ જણાવ્યું કે ‘ઇઝ ઓફ લાઇફ’ અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ બંને સરકારની ટોચની પ્રાથમિકતાઓ છે. તેમણે દેશને હાલમાં ‘રિફોર્મ એક્સપ્રેસ’ તબક્કામાં હોવાનું જણાવતાં કહ્યું કે સુધારાઓ ઝડપથી, પારદર્શક ઈરાદા સાથે અને સંપૂર્ણપણે નાગરિક-કેન્દ્રિત અભિગમથી કરવામાં આવી રહ્યા છે. આ સુધારાઓનો મુખ્ય હેતુ લોકોની રોજિંદી મુશ્કેલીઓ દૂર કરીને તેમને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવાનો છે.
તાજેતરના ઇન્ડિગો સંકટ અંગે ચિંતા વ્યક્ત કરતાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે નિયમો કડક હોવા જોઈએ પરંતુ પ્રક્રિયાઓ એવી ન હોવી જોઈએ કે નાગરિકોને હેરાનગતિનો સામનો કરવો પડે. સિસ્ટમમાં સુધારો કરવાનો અર્થ નાગરિકોને મુશ્કેલીમાં મૂકવો નથી, એમ તેમણે જણાવ્યું.
બેઠક દરમિયાન પીએમ મોદીએ 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદે પહોંચેલા નીતીશ કુમારની પ્રશંસા કરતા તેમને બિહારની જીતનો શિલ્પકાર ગણાવ્યો. આ મહત્વપૂર્ણ બેઠકમાં રક્ષણમંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, ભાજપ અધ્યક્તા જેપી નડ્ડા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત NDAના અનેક વરિષ્ઠ નેતાઓ અને સંસદીય પક્ષના સભ્યો હાજર રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel