ભારતીય શેરબજારમાં આજે નબળા સંકેતો દેખાઈ રહ્યા છે કારણ કે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા લગભગ ₹3,800 કરોડની ભારે વેચવાલી કરવામાં આવી છે. નિફ્ટી શરૂઆતમાં જ 50 પોઈન્ટ સુધી નબળો રહેતા દબાણમાં ટ્રેડ થયો, જ્યારે એશિયાઈ બજારોમાં મિશ્ર ગતિ જોવા મળી રહી છે. યુએસમાં પણ ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેની જાહેરાત પહેલાં ડાઉ જોન્સ લગભગ 180 પોઈન્ટ તૂટી ગયો હતો અને મુખ્ય સૂચકાંકો સાંકડી રેન્જમાં રહ્યા. ફેડ દ્વારા વ્યાજ દર ઘટાડાની જાહેરાત થયા છતાં બજારમાં સ્પષ્ટ દિશા જોવા મળી નથી. ઓપ્શન ચેઇનમાં પણ PE અને CE પ્રીમિયમમાં માત્ર 15-20% સુધીના હળવા ફેરફારો નોંધાયા, જે દર્શાવે છે કે મુખ્ય માર્કેટ પ્લેયર્સ સવારથી બજારમાં વધારે સક્રિય નથી.
સેન્સેક્સ લગભગ સ્થિર ખુલ્યો અને 84,737.75 સુધી થોડો ઉછળ્યો, જ્યારે નિફ્ટી 25,858 સુધી પહોંચ્યો. બજારમાં 1439 શેર ચઢ્યા, 727 શેર ઘટ્યા અને 146 શેર સ્થિર રહ્યા. હિન્દાલ્કો, ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, જિયો ફાઇનાન્શિયલ અને મેક્સ હેલ્થકેર ટોપ ગેઈનર્સ રહ્યા, જ્યારે ટાઇટન, બજાજ ફાઇનાન્સ, SBI લાઇફ, TCS અને સિપ્લા દબાણમાં રહ્યા. બેંક નિફ્ટીએ ગઈકાલે 58,700–58,800 ની મહત્વપૂર્ણ “લક્ષ્મણ રેખા” પરથી તેજીથી રિકવરી લીધી હતી. જો બેંક નિફ્ટી 59,000 ઉપર ટકશે તો ખરીદીની તક ઉદભવી શકે છે, અને સ્ટોપ લોસ 58,800 પર રાખવાની સલાહ આપવામાં આવી છે.
કંપની વિશેષમાં, ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો)ના શેરમાં 2% થી વધુની કડક ઘટાડો નોંધાયો છે, કારણ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કંપનીને તેની ફ્લાઇટ્સમાં 10% સુધી ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે અને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં નવું સમયપત્રક સબમિટ કરવાની સૂચના આપી છે. CEO પીટર એલ્બર્સને ગઈકાલે મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા. બજાર પર આ તમામ સ્થાનિક અને વૈશ્વિક પરિબળોના સંયુક્ત પ્રભાવને કારણે આજે દિશાહીન અને નબળી શરૂઆત જોવા મળી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel