Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

આસામમાં પૂરની સ્થિત વણસી પાંચ લાખ લોકો પ્રભાવિત, એકનું મોત

આસામમાં પૂરની સ્થિત વણસી પાંચ લાખ લોકો પ્રભાવિત, એકનું મોત

આસામમાં ગુરૂવારે પૂરની સ્થિત વણસી હતી. અહીં, ૧૨ જિલ્લાના લગભગ ૫ લાખ લોકો પૂરની જપેટમાં આવ્યા છે. આ પૂરમાં એક વ્યકિતએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ મુજબ, ઉદલગુરી જિલ્લાના તામુલપુરમાં પૂરને કારણે એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે, બક્સા, બારપેટા, ચિરાંગ, દરરંગ, ધુબરી, ડિબુગઢ, સહિતના કુલ ૧૧ જિલ્લાઓમાં ૪.૯૫ લાખ લોકો પ્રભાવિત થયા છે.

હાલ, ૩.૨૫ લાખથી વધુ લોકો સાથે બારપેટા સૌથી અસરગ્રસ્ત વિસ્તાર હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ, નલબારીમાં ૭૭,૦૦૦ અને લખીમપુરમાં ૨૫,૭૦૦થી વધુ પીડિતો છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાત જિલ્લાઓમાં ૮૩ રાહત શિબિરોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.આ શિબિરોમાં કુલ ૧૪,૦૩૫ લોકોએ આશ્રય લીધો છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં કુલ ૭૯ રાહત વિતરણ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યાં છે. સમગ્ર આસામમાં ૧૪,૦૯૧ હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.