Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

આગામી ત્રણ કલાક રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી ત્રણ કલાક રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

 

  • ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
  • અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પડશે મધ્યમથી ભારે વરસાદ
  • રાજ્યના 29 જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ

 

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના 29 જેટલાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના 29 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. તો સાથે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે, છેલ્લા કેટલાય દિવસથી વરસાદનો માર સહન કરી રહેલા સૌરાષ્ટ્રના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ તેમજ કેન્દ્રશાસિત દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે દમણ અને દાદરાનગરહવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.