Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં તદ્દન નિ:શુલ્ક જનરલ સર્જરીનાં કેમ્પનું આયોજન

શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં તદ્દન નિ:શુલ્ક જનરલ સર્જરીનાં કેમ્પનું આયોજન

શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત શ્રી સંતરામ જન સેવા ટ્રસ્ટ, નડિયાદ દ્વારા પ.પૂ. મંહતશ્રી રામદાસજી મહારાજની આજ્ઞા તથા શુભઆશીર્વાદ થી શ્રી સંતરામ મહારાજ નાં ૧૯૩ માં સમાધિ મહોત્સવ નિમિત્તે તદ્દન નિ:શુલ્ક જનરલ સર્જરીનાં કેમ્પનું આયોજન શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં કરવામાં આવ્યું.

આ જનરલ સર્જરી વિભાગમાં સારણગાંઠ, પિત્તાશયની પથરી, હરસ-મસા અને ગર્ભાશયની કોથળી નાં ઓપરેશન માટે તપાસ થયા બાદ હવે પછીથી તપાસ કરેલ દર્દીને શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ ખાતે તદ્દન નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવશે. જેમાં દર્દીને લાવવા- લઈ જવા માટે તેમજ દર્દી તથા દર્દીની સાથેની વ્યક્તિને રહેવા જમવા માટેની ની સગવડ પણ તદ્દન નિ: શુલ્ક પૂરી પાડવામાં આવશે.આ કેમ્પ માં કુલ ૩૪૨ દર્દીઓએ લાભ લીધેલ છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.