Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

“ઇસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ કારાવાસમાંથી મુક્ત કરો.” : દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

“ઇસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ કારાવાસમાંથી મુક્ત કરો.” : દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

“બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની નિંદા કરે છે. હાલની બાંગ્લાદેશ સરકાર અને અન્ય એજન્સીઓ તેને રોકવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક બની છે. મજબૂરીમાં, બાંગ્લાદેશના હિંદુઓ દ્વારા સ્વ-રક્ષણ માટે લોકતાંત્રિક માધ્યમો દ્વારા ઉઠાવવામાં આવેલ અવાજને દબાવા માટે, તેમના પર જ અન્યાય અને જુલમનો નવો યુગ પ્રારંભ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આવા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં હિન્દુઓની આગેવાની કરી રહેલા ઈસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને બાંગ્લાદેશ સરકાર દ્વારા જેલમાં મોકલવા અન્યાયપૂર્ણ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ બાંગ્લાદેશ સરકારને અપીલ કરે છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ થાય અને શ્રી ચિન્મય કૃષ્ણ દાસને જેલમાંથી મુક્ત કરવામાં આવે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારત સરકારને પણ અપીલ કરે છે કે તેઓ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર થતા અત્યાચારોને રોકવાના તમામ પ્રયત્નો ચાલુ રાખે અને તેના સમર્થનમાં વૈશ્વિક અભિપ્રાય ઉભો કરવા શક્ય તેટલા જલદી જરૂરી પગલાં લે.

આ નિણાયક સમયે, ભારત અને વૈશ્વિક સમુદાય અને સંસ્થાઓએ બાંગ્લાદેશના પીડિતોની સાથે ઊભા રહી તેમને ટેકો વ્યક્ત કરવો જોઈએ અને વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે આ બાબતે પોતપોતાની સરકારો પાસેથી દરેક શક્ય પ્રયાસોની માંગણી કરવી જોઈએ.”

-દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.