મહારાષ્ટ્રમાં તમામ સરકારી હોસ્પિટલોમાં દરેકને બધી જ મેડિકલ સારવાર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરાયો છે. કેસ પેપર કાઢવાથી માંડીને ઓપરેશન માટે પણ કોઈ પૈસા નહીં ચૂકવવા પડે. આ નિર્ણયનો અમલ તા. ૧૫મી ઓગસ્ટથી કરવામાં આવશે.
ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં જાહેર આરોગ્ય વિભાગની કુલ ૨૪૧૮ હોસ્પિટલ છે. આ તમામ સ્થળોએ દર્દીઓને મફત સારવાર મળશે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામીણ હોસ્પિટલ, મહિલા હોસ્પિટલ, જિલ્લા સામાન્ય હોસ્પિટલ, ઉપ-જિલ્લા હોસ્પિટલ, રેફરલ સવસ હોસ્પિટલ (સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ – નાસિક અને અમરાવતી), કેન્સર હોસ્પિટલમાં મફત સારવાર ઉપલબ્ધ થશે . હાલમાં આ તમામ હોસ્પિટલોમાં એક વર્ષમાં ૨.૫૫ કરોડ નાગરિકો સારવાર માટે આવે છે.
મહારાષ્ટ્રમાં ગત જૂન માસમાં આયુષ્યમાન બારત , પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બંનેને મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના સાથે જોડી દેવાનો નિર્ણય લેવાયો હતો.