Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

મુખ્યમંત્રીથી વડાપ્રધાન તરીકેની જવાબદારી સુધી; PM મોદીએ 23 વર્ષની જાહેર જીવનની સફરને આ રીતે યાદ કરી, જુઓ આ માહિતી

મુખ્યમંત્રીથી વડાપ્રધાન તરીકેની જવાબદારી સુધી; PM મોદીએ 23 વર્ષની જાહેર જીવનની સફરને આ રીતે યાદ કરી, જુઓ આ માહિતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આજે તેમણે બંધારણીય પદ પર રહી જનસેવાના 23 વર્ષ પૂરા કર્યાં છે. 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

13 વર્ષ સુધી સફળતાપૂર્વક CM પદ સંભાળ્યા બાદ 10 વર્ષથી પણ વધારે સમયથી તેઓ દેશના વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. વડાપ્રધાન તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. જનસેવા પ્રસંગે 23 વર્ષની સફર પૂરી કરવા પ્રસંગે PM મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ મારફતે કેટલીક માહિતી રજૂ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું કે સરકારના વડા તરીકે મારા 23 વર્ષ પૂરા થવા પ્રસંગે આપના આશીર્વાદ અને શુભેચ્છા મોકલનાર સૌ લોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. 7 ઓક્ટોબર 2001ના રોજ મે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા કરવાની જવાબદારી સંભાળી હતી. મારા જેવા વિનમ્ર કાર્યકર્તાએ રાજ્ય વહીવટનું નેતૃત્વ કરવાની જવાબદારી સોપી તે મારી પાર્ટીની મહાનતા હતી.

 

તેમણે વધુમાં લખ્યું કે જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે ગુજરાત અનેક પડકારોનો સામનો કરી રહ્યું હતું. વર્ષ 2001માં આવેલ ભૂકંપ, તે અગાઉ ભીષણ વાવાઝોડાની અસર, એક ભીષણ દુષ્કાળ, અને કોંગ્રેસની દાયકાઓ સુધીની લૂટ, સામ્પ્રદાયિક તથા જાતિવાદ જેવા કુશાસનની વિરાસત… જનશક્તિની શક્તિથી અમ ગુજરાતનું પુનઃનિર્માણ કર્યું અને કૃષિ જેવા ક્ષેત્રમાં પણ પ્રગતિની નવી ઊંચાઈ હાંસલ કરી, સામાન્ય રીતે ગુજરાત આ માટે પરંપરાગત રીતે ઓળખ ધરાવતું ન હતું.

PM મોદીએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકે મારા 13 વર્ષના સમય ગાળા દરમિયાન સૌનો સાથ, સૌનો વિકાસ એક ઉમદા ઉદાહરણ બનીને ઉભરી આવ્યું, જેનાથી સમાજના તમામ વર્ગો માટે સમૃદ્ધિ સુનિશ્ચિત થઈ. વડાપ્રધાન તરીકેની તેમની યાત્રા અંગે PM મોદીએ કહ્યું કે છેલ્લા એક દાયકાથી અમે આપણા દેશની સામે રહેલા અનેક પડકારોના ઉકેલ મેળવવા માટે સક્ષમ છીએ.

25 કરોડ કરતાં વધારે લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છીએ અને ભારતને વિશ્વનું 5માં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનાવ્યું છે અને ખાસ કરીને અમે MSME, સ્ટાર્ટઅપ સેક્ટર અને અન્ય ઘણા ક્ષેત્રોને મદદ મળી છે. અમારા મહેનતુ ખેડૂતો, નારી શક્તિ, યુવા શક્તિ અને ગરીબો સાથે સાથે સમાજના વંચિત વર્ગો માટે સમૃદ્ધિના નવા માર્ગ ખુલ્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.