ચોમાસા ઋતુ દરમિયાન પ્રવાસીઓ જંગલમાં રમણીય દ્રશ્ય જોવા માટે આવે છે ત્યારે તાપી જિલ્લો પણ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. જેમાં સોનગઢ તાલુકા માં આવેલું દોણ ગામ નું રમણીય સ્થળ પોરાણિક ગૌમુખ મહાદેવ મંદિર જ્યા ચોમાસા મા અહીંનો ધોધ અને પ્રાકૃતિક નજારો જોવા અને માણવા આજુબાજુના જિલ્લાઓના પ્રવાસીઓ તેમજ મહારાષ્ટ્રમાંથી પણ ઘણા બધા પ્રવાસીઓ અહીં આવે છે. જ્યા, તાપી વન વિભાગ દ્વારા ટ્રેકિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.
તાપી જિલ્લાના સોનગઢ નગર થી દક્ષિણ સોનગઢ તરફ જતા ૧૪ કી.મી. આગળ દોણ નામ નું ગામ આવેલું છે. જ્યા થી ૩ કિ.મિ અંદર જતા આ પોરાણિક ગૌમુખ મહાદેવ નું મંદિર આવેલું છે. રામાયણ કાળ ના પૌરાણિક આ મંદિર મા ગાય ના મોઢા માંથી ૧૨ મહિના ચોવીસ કલાક પાણી નીકળે છે જેને અહીં ના લોકો ગુપ્ત ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આવેલા મંદિરમાં શિવજીનું જળ અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે એવી પણ લોક માન્યતા છે.
જ્યાં રવિવારના રોજ તાપી જિલ્લા વન વિભાગના ડી. સી. એફ. પુનિત નૈયર ની આગેવાનીમાં અને સાદર વેલ વન વિભાગ રેન્જ ના આર એફ ચિરાગભાઈ સહિત વિભાગ કર્મચારીઓના આયોજનથી ભવ્ય ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. ખરેખર આવા ટ્રેકિંગ કેમનું આયોજન કરી પર્યાવરણ વિશે લોકોમાં જનજાગૃતિ પણ લાવી શકાય અને તાપી જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગને પણ વેગવંતો બનાવી શકાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેથી વન વિભાગની આ પહેલ પ્રશંસાને પાત્ર છે જેમાં આવતા રવિવારે 6 તારીખે ચીમેર ધોધ ખાતે પણ ટ્રેકિંગ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમણે પણ આ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લેવો હોય તેમણે તાપી જિલ્લા વન વિભાગ નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.
આ સાથે જ મંદિર ની ડાબી તરફે નીચે ઉતરતા સુંદર રમણીય મજાનો ધોધ આવેલો છે. જ્યા પ્રવાસીઓ નાહવાનો આહલક આનંદ માણતા હોય છે. આ ધોધ ખૂબ ઊંડો પણ નથી અને વધુ ઊંચાઈએથી પણ પાણી પડતું નથી તેથી નાના બાળકો સાથે દરેક ઉમર ના લોકો અહીં નાહવાનો આનંદ માણતા હોય છે.
અહીં ઊંચા ઊંચા ડુંગરો અને ડુંગર ઉપરથી વહેતા નીચે પડતા નાના નાના ઝરણાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે શનિ-રવિની રજામાં તો સુરત અને આસપાસના વિસ્તારથી મોટા પ્રમાણમાં અહીં પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણવા પહોંચી જતા હોય છે. ત્યારે કેવો છે નજારો અને શું કહ્યું આ સ્થળ વિશે પ્રવાસીઓએ આવો જાણીએ. અને હા હવે તમે જ્યારે પણ તાપી જિલ્લામાં ફરવા માટે આવો ત્યારે આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલતા નહિ.