લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભાવનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર ડો. વીણા એન. માધવન (IAS) અને પોલીસ ઓબ્ઝર્વર મેરીન જોસેફ (IPS)ની ભાવનગર જિલ્લામાં નિમણૂક કરવામાં આવી છે જેને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતા અને પોલીસ અધિેક્ષક ડો. હર્ષદ પટેલે બન્ને ઓબ્ઝર્વર સાથે બેઠક કરી ચૂંટણી કામગીરી અંગે માહિતી આપી હતી .
જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીનું ભાવનગર જિલ્લામાં આગમન થઇ ચૂક્યું છે. ત્યારે તેમણે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર. કે. મહેતા અને અને પોલીસ અધિેક્ષક શ્રી ડો. હર્ષદ પટેલે બન્ને ઓબ્ઝર્વર સાથે બેઠક કરી ચૂંટણીની તૈયારી અંગે માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર તરીકે શ્રી મૃણાલ પ્રકાશ મિશ્રા (IRS) નું અગાઉ આગમન થઈ ચૂક્યું હતું.
જનરલ ઓબ્ઝર્વરનો રૂબરૂ સંપર્ક કરવા હેતુ જાહેર જનતા રૂબરૂમાં જનરલ ઓબ્ઝર્વર ને દિવસ દરમિયાન ૦૯:૩૦ કલાક થી ૧૦:૩૦ કલાકના ગાળામાં (પ્રવાસના દિવસો સિવાય) કમિટિ રૂમ, સર્કિટ હાઉસ ખાતે મળી શકશે. આ ઉપરાંત મોબાઇલ નંબર ૯૩૨૮૨૯૩૧૧૩ અને લેન્ડલાઈન (૦૨૭૮) ૨૯૯૦૧૮૬ પર પણ સંપર્ક કરી શકશે.
પોલીસ ઓબ્ઝર્વરશ્રીનો રૂબરૂ સંપર્ક કરવા હેતુ જાહેર જનતા રૂબરૂમાં પોલીસ ઓબ્ઝર્વરશ્રીને દિવસ દરમિયાન ૧૨:૦૦ કલાક થી ૧૩:૦૦ કલાકના ગાળામાં (પ્રવાસના દિવસો સિવાય) કમિટિ રૂમ, સર્કિટ હાઉસ ખાતે મળી શકશે. આ ઉપરાંત મોબાઇલ નંબર ૬૩૫૧૧૩૮૨૮૦ અને લેન્ડલાઈન (૦૨૭૮) ૨૯૯૦૧૮૦ પર પણ સંપર્ક કરી શકશે.
ખર્ચના ઓબ્ઝર્વરશ્રીનો રૂબરૂ સંપર્ક કરવા હેતુ જાહેર જનતા રૂબરૂમાં ઓબ્ઝર્વરશ્રી (ખર્ચ)ને દિવસ દરમિયાન ૧૨:૦૦ કલાક થી ૧૩:૦૦ કલાકના ગાળામાં (પ્રવાસના દિવસો સિવાય) કમિટિરૂમ, સર્કિટ હાઉસ ખાતે મળી શકશે. આ ઉપરાંત મોબાઇલ નંબર ૬૩૫૫૪૦૮૮૧૩ અને લેન્ડલાઈન (૦૨૭૮) ૨૯૯૦૧૮૭ પર પણ સંપર્ક કરી શકશે.