થાઇરોઇડના દર્દીને આદુનું સેવન કરવાથી ખૂબ ફાયદો મળે છે. આદુમાં હાજર પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે થાઇરોઇડની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે.આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે થાઇરોઇડને વધતા અટકાવે છે અને તેની કામગીરીમાં સુધારો કરી શકે છે. રોજના આહારમાં આદુનો સમાવેશ કરી તેના ફાયદા મેળવી શકાય છે.
અળસીના બીજનું સેવન થાઇરોઇડમાં ઘણા લાભ આપે છે. અળસીના બીજ હૃદયનું સ્વાસ્થ્ય જાળવવામાં ફાયદાકારક છે. અળસીના બીજમાં હાજર મેગ્નેશિયમ અને વિટામિન B 12 હાયપોથાયરાડિઝમ સામે લડે છે અને થાઇરોઇડથી છુટકારો આપવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.
થાઇરોઇડના દર્દીને ડેરી ઉત્પાદનો જેવા કે દહીં અને દૂધનો વધુને વધુ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. દૂધ અને દહીંમાં રહેલુ કેલ્શિયમ, ખનીજો અને વિટામિન થાઇરોઇડથી છુટકારો મેળવવા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. થાઇરોઇડથી પીડિત વ્યક્તિ તેમના આહારમાં રોજ દૂધ અને દહી ઉમેરી શકે છે.
નાળિયેર થાઇરોઇડમાં રાહત આપવા માટે ફાયદાકારક છે. નાળિયેર તેલમાં ફેટી એસિડ હોય છે, જે થાઇરોઇડ ગ્રંથિને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ બની શકે છે. નાળિયેર તેલનું સેવન ચયાપચયમાં સુધારો કરે છે. જે થાઇરોઇડના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
મુલેઠી એક આયુર્વેદિક દવા છે, જેના સેવનથી થાઇરોઇડની સમસ્યામાં રાહત મળે છે. થાઇરોઇડની સમસ્યામાં ખૂબ જ થાકનો અનુભવ થાય છે. આવા કિસ્સામાં મુલેઠીનું સેવન ખૂબ લાભકારી છે. મુલેઠીમાં રહેલા તત્વો થાઇરોઇડ ગ્રંથિના સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ છે.