આજકાલ, સ્ક્રીન ટાઈમ વધવાને કારણે, મોટાભાગના લોકોની આંખો પર ચશ્મા છે. જો તમે નંબરવાળા ચશ્મા પહેરો છો તો આંખો દિવસ તે તમારી આંખો પર લગાયેલા રહે છે આ દરમિયાન તમે બહાર જાવ કે ગમે ત્યાં જાવ ત્યારે ચશ્માની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરુરી બની જાય છે. કેટલાક લોકો ટુવાલ અથવા દુપટ્ટા વડે ચશ્મા સાફ કરે છે, જે ખોટી રીત છે અને ચશ્મા પર ડાઘ અને સ્ક્રેચનું કારણ બને છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ચશ્મા સાફ કરવાની સરળ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.
ચશ્મા સાફ કરવા માટે અલગ ક્લીનર ખરીદવું જરૂરી નથી. આ માટે નળનું પાણી પૂરતું છે. તમારે ફક્ત ચશ્માને નળની નીચે રાખવાનું છે અને તેમાં પાણીના થોડા ટીપાં નાખીને હળવા હાથે તેને સાફ કરો છે. આમ કરવાથી ચશ્મા પર જામેલી ધૂળ, અને આંગળીયોના ડાઘ દૂર થઈ જશે અને ચશ્મા સારી રીતે સાફ થઈ જશે. પણ ધ્યાન રાખો કે ચશ્મા સાથે આવતા નાના રુમાલથી જ તેને સાફ કરવા જોઈએ
લિક્વિડ ગ્લાસ ક્લીનર- લિક્વિડ ગ્લાસ ક્લીનર એ ચશ્મા સાફ કરવાની સૌથી સરળ રીત છે. ઘણા લિક્વિડ ગ્લાસ ક્લીનર્સમાં આલ્કોહોલ હોય છે, જે કાચ પરના ડાઘ અને ધૂળ બન્ને દૂર કરી દેશે અને ગ્લાસ ચમકવા લાગશે
બેબી વાઇપ્સ : બેબી વાઇપ્સ ખૂબ સારા છે. તે એકદમ નરમ હોય છે. જો તમારા ચશ્મા પર ધૂળ છે તો ચિંતા કરશો નહીં, તમારે તમારા ચશ્માને બેબી વાઇપ્સની મદદથી સાફ કરવા જોઈએ. બેબી વાઇપ્સથી સાફ કરવું એકદમ સરળ છે. બેબી વાઇપ્સ તમારા મોંઘા ચશ્માને નુકસાન થવા દેશે નહીં.
સાબુના પાણીથી : તમે તમારા ચશ્માને સાબુના પાણીથી પણ સાફ કરી શકો છો. આમ કરવાથી તમારા ચશ્મા થોડી જ મિનિટોમાં સાફ થઈ જશે. જો તમે પણ તમારા ચશ્મા સાફ કરવા માંગો છો, તો બાકીના સાબુના પાણીને કપડા પર લગાવો અને પછી કપડાની મદદથી તેને સાફ કરો. જો તમારા ચશ્મા પર તેલના ડાઘ છે, તો તમારા ચશ્મા સાફ થઈ જશે.
સફેદ વિનેગર : તમે સફેદ વિનેગરની મદદથી તમારા ચશ્માને પણ સરળતાથી સાફ કરી શકો છો. એક બાઉલમાં પાણી અને સફેદ વિનેગર સરખી માત્રામાં લો પછી કોટન બોડી ચશ્માના ગ્લાસ પર લગાવો તે બાદ તેને ચશ્મા સાથે આવેલા રુમાલથી સાફ કરી લો, તમારા ચશ્મા એકદમ સાફ અને ચમકદાર થઈ જશે